ટીમ ઈન્ડિયાના સ્પિનર યુઝવેન્દ્ર ચહલએ ઇન્સ્ટાગ્રામ પર મહેન્દ્રસિંહ ધોની સાથે પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ બંને ધોની સાથે ચાલતા નજરે પડી રહ્યા છે.
એ જાણી લઈએ કે ધોની છેલ્લી વખત વર્લ્ડકપ 2019માં ન્યૂઝીલેન્ડની સામે સેમિફાઇનલ મેચ રમ્યા હતા, ત્યારબાદ તેઓ ક્રિકેટથી દૂર રહ્યા છે.
યુજવેન્દ્ર ચહલ ઇન્સ્ટાગ્રામ પર ધોની સાથે તસ્વીર શેર કરીને લખ્યું છે, 'એક યાદગાર વોક' કેપ્શનમાં તેણે સિંહનું ઇમોજી પણ લગાવ્યું છે. ચહલની પોસ્ટ વિશે માનવામાં આવી રહ્યું છે કે ગત વર્ષે ઇંગ્લેન્ડ માં થયેલા વર્લ્ડકપની તસવીર છે. જેણે ચહલને ખૂબ જ ભાવુક કરી દીધો છે.
આ પહેલા પણ યુઝવેન્દ્ર ચહલ ઘણી વખત સોશિયલ મીડિયામાં ધોનીને યાદ કરીને એ બાબત વ્યક્ત કરી ચૂક્યા છે, કે તેઓ માહીને કેટલું મિસ કરે છે.
એક વખત ચલે ભારતીય ક્રિકેટ ટીમની બસમાં ધોનીની પાછળ વાળી સીટ પર બેઠો હોય, તેવી તસવીર શેર કરી હતી અને આજે તેમની સીટ ખાલી છે.. તેમ જણાવ્યું હતું.
યુઝવેન્દ્ર ચહલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિફાઇનલ મેચમાં ધોનીભાઈ આઉટ થઈ અને પરત ફરી રહ્યા હતા, ત્યારે ખૂબ જ દુઃખદ લાગી રહ્યું હતું, જેને અમે બધા ભૂલવા માંગીશું. આ ક્ષણ એવી હતી કે ચહલે જણાવ્યું હતું કે ધોનીના આઉટ થયા બાદ જાણે વર્લ્ડકપ પૂર્ણ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતું.
ચહલે જણાવ્યું હતું કે વર્લ્ડકપ સેમિફાઇનલમાં જ્યારે માહીભાઈને આઉટ થતા જોયા, ત્યારે મારી આંખોમાં આંસુ હતા. મારા માટે આ દુઃખદ ક્ષણ હતી. જે વર્લ્ડકપમાં થયું હતું તેને હું ભૂલી જવા માંગીશ અને ટી-20 વર્લ્ડકપમાં જો ભારત આવશે તો મને ખૂબ જ ખુશી થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech