ક્રિકેટ રમવા માટે ઉત્સુક ચહલ ટેસ્ટ માટે હાલ તૈયાર નથી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોના રોગચાળાને કારણે સમગ્ર વિશ્વના ખેલ જગત જાણે ત્રણ મહિનાથી વેકેશન પર હતું અને હવે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ માટે મેદાનમાં જઈ શક્યા નથી પરંતુ ફિટનેસ જાળવી રાખવા માટે ટીમના ટ્રેઈનરના નિર્દેશોનું પાલન કરી અને ફિટનેસ બનાવવા માટે મથી રહ્યા છે. મોટાભાગના ખેલાડીઓ હવે એક ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે અને મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છે.

 

જ્યારે ક્રિકેટના મેદાન ની સાથે સોશિયલ મીડિયા પર પણ છવાઈ જનાર ભારતીય ટીમનો લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે પરંતુ ચલ હાલ શું કરી રહ્યો છે તે કેટલેક એક્ટિવિટીમાં વ્યસ્ત છે તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે ઓનલાઈન ડાન્સ ક્લાસ પણ લઈ રહ્યો છે અને તે તેની હોબી બની ગઈ છે સાથોસાથ લોકડાઉન દરમિયાન કેટલાક પ્રકારની મોબાઈલ ગેમ પણ તે રમી રહ્યો છે.

 

જો કે ચહલે જણાવ્યું હતું કે આઇપીએલની ટુર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવે તો દર્શકો વગર ફીકી પડી શકે છે દર્શકો વગરના સ્ટેડિયમમાં રમવાની કોઇપણ ખેલાડીને ક્યારેય મજા આવી શકે નહીં. ચલે જણાવ્યું હતું કે કુલદીપ અને હું એક સાથે રમત રમીને મોટા થયા છે મેદાનમાં અમારી જોડી હિટ રહી છે અમે બંને એક સાથે ઘણું શીખ્યા છીએ અને અમારા બંને વચ્ચે ઘણું સારું ટ્યુનિંગ છે.

 

જલે જણાવ્યું હતું કે ભારત માટે ક્રિકેટ રમવા માટે ઉત્સુક છું પરંતુ ઘરેલુ ક્રિકેટમાં લાલ બોલથી ખુદને સાબિત કરવા માગું છું પરંતુ ટેસ્ટ રમવા માટે વિચારણા માટે હાલમાં હું તૈયાર નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS