બાળકોને રેમડેસિવિર, સ્ટેરોઇડ ન આપવા કેન્દ્રની ગાઇડલાઇન

  • June 10, 2021 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીટી સ્કેન પણ કરાવી શકાશે નહીં: ૬ મિનિટ વોક ટેસ્ટની સલાહ: ૧૮ વર્ષથી નીચેની વયના માટે રેમડેસિવિર અસુરક્ષિતકેન્દ્ર સરકારે કોરોનાથી સંક્રમિત બાળકોની સારવાર માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. નવા નિયમોમાં સંક્રમિત બાળકો પર સીટી સ્કેનનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવા કહ્યું છે. તેમ જ રેમડેસસિવિર ઈન્જેકશનનો ઉપયોગ કરવા પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે.

 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ ડિરેકટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ (ડીજીએચએસ) તરફથી જાહેર કરવામાં આવેલા દિશા–નિર્દેશોમાં એસિમ્પટોમેટિક કેસ તથા સામાન્ય કેસોમાં સ્ટેરોઈડના ઉપયોગને ઘાતક ગણાવ્યો છે. ગાઈડલાઈનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં રેમડેસિવિરના ઉપયોગને લઈ પૂરતી સુરક્ષા અને અસરકારક આંકવાનો અભાવ છે. માટે તેના ઉપયોગથી બચવું જોઈએ.

 


ગાઈડલાઈન્સમાં બાળકો માટે ૬ મિનિટના વોક ટેસ્ટ અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને તેમના માતાપિતાની દેખરેખમાં ૬ મિનિટનું વોક ટેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે. વોક ટેસ્ટમાં બાળકોની આંગળીમાં પલ્સ ઓકિસમીટર લગાવી તેને સતત ૬ મિનિટ સુધી હરવા–ફરવા કહેવામાં આવે. ત્યારબાદ તેના ઓકિસજન સેચ્યુરેશન લેવલ અને પલ્સ રેટને માપવામાં આવે. તેનાથી હાઈપોકિસયા અંગે જાણકારી મળી શકશે.

 


ડીજીએચએસએ ફકત હોસ્પિટલમાં દાખલ ગંભીર અને અત્યતં ગંભીર કિસ્સામાં દર્દીઓની સારવારમાં વ્યાપક દેખરેખ હેઠળ સ્ટેરોઈડ દવાઓનો ઉપયોગ કરવા અંગે સૂચન આપવામાં આવ્યું છે. ડીજીએચએસના જણાવ્યા પ્રમાણે સ્ટેરોઈડનો ઉપયોગ યોગ્ય સમયે જ કરવો જોઈએ અને આ માટે યોગ્ય ડોઝ આપવા જોઈએ. દર્દીને પોતાને સ્ટેરોઈડનો ઉપયોગથી બચવું જોઈએ.

 


સામાન્ય લક્ષણો હોવાના સંજોગોમાં ડોકટરની સલાહથી પેરાસિટામોલ (૧૦–૧૫–એમજી)આપી શકાય છે. ગળામાં ખારાશ અને ખાંસી હોવાના સંજોગોમાં ગરમ પાણીના કોગળા કરો. કફ હોય તો મોટી ઉંમરના બાળકોને વોર્મ સેલાઈન ગાર્ગલની સલાહ આપવામાં આવે છે. સામાન્ય લક્ષણમાં તાત્કાલિક ઓકિસજન થેરાપી શરૂ કરો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application