મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વણસતા કેન્દ્રીય ટીમ દોડાવાઈ

  • April 05, 2021 09:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાનમાં લઇને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ટીમને મહારાષ્ટ્ર મોકલવાનો આદેશ આપ્યો હતો. વડા પ્રધાન સમક્ષ કોવિડ-19ની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એમને જણાવાયું હતું કે કોરોનાના રોગને કારણે દેશમાં મરનાર કુલ દરદીમાંથી 91 ટકા દરદી દસ રાજ્યના છે.

 


આ સાથે મરણાંક વિશે અસંગત બાબતની જાણ થયા બાદ મોદીએ કેન્દ્રની અમુક ટીમને પંજાબ અને છત્તીસગઢ જઇને સ્થિતિની સમીક્ષા કરવાનો આદેશ પણ આપ્યો હતો. રોગચાળો વધવાના મુખ્ય કારણોમાં કોરોના માટેના નિયમોનું પાલન ન થવું હોઇ શકે અને એમાં ય ખાસ કરીને માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ ન જાળવવું, રોગચાળાના સ્થળોએ પ્રતિબંધ લાદવામાં ઢીલાસનો સમાવેશ થાય છે.

 


મોદીએ જણાવ્યું હતું કે કોરોનાનો રોગચાળો ખાળવો હોય તો પાંચ સૂત્ર- ટેસ્ટિંગ, ટ્રેસિંગ, સારવાર, કોવિડ-19ને લગતો વ્યવહાર અને રસીકરણનો ગંભીરતાથી અમલ કરવો જરૂરી છે.

 


કોવિડને લગતા વ્યવહાર અને માર્ગદર્શિકાનું સખતાઇથી પાલન થાય, 100 ટકા માસ્કનો ઉપયોગ કરવાની બાબત પર ભાર મૂકવો, વ્યક્તિગત સ્વચ્છતાની કાળજી રખાય વગેરે માટે 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી ખાસ અભિયાન ચલાવવાની સલાહ પણ મોદીએ આપી હતી. બેઠકમાં એ વાતની પણ  થઇ હતી કે રસી ઉત્પાદકો પોતાની ઉત્પાદન ક્ષમતા વધારી રહ્યા છે તથા અન્ય રસી ઉત્પાદકો સાથે ઉત્પાદન વધારવા વાતચીત કરી રહ્યા છે. મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં કોરોનાની સ્થિતિ સૌથી ગંભીર હોવાની વાતની નોંધ આ બેઠકમાં લેવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS