BREAKING NEWS

જામનગર: શહેરમાં વસ્તી ગણતરીનો વિવાદ સળગ્યો: જવાબદારો સામે પગલાં લેવા માંગણી

  • June 01, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: શહેરમાં વસ્તી ગણતરીનો વિવાદ સળગ્યો: જવાબદારો સામે પગલાં લેવા માંગણી

એસઆઇઆર અને બીએલઓની કામગીરી કરનાર શિક્ષકો સાથે વસતી ગણતરીની કામગીરીમાં અયોગ્ય વર્તન: મામકાઓને ગણતરીમાં રાહત અપાઇ હોવાના આક્ષેપો થયા: તપાસ કરવાની ખાસ જરૂર: કર્મચારીઓની બોગસ સહી અંગે પણ વિવાદ...

રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની ગણાતી વસતી ગણતરીની કામગીરી શરૂ થઇ રહી છે ત્યારે તા.૨૦ થી તા.૨૨દરમ્યાન એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે યોજાયેલી તાલીમમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર રહ્યા હોવાનો વિવાદ થયો છે, હાજર ન હોવા છતાં બોગસ સહીઓ કરીને કેટલાકની હાજરી પુરવામાં આવી છે તેવા આક્ષેપો થયા છે, ત્યારે ફરજ ફાળવણીમાં ભેદભાવ રખાયો હોવાનો અને કેટલાકની ભલામણથી અમુકને લાગવગશાહીનો લાભ અપાયો હોવાની ફરિયાદો ઉઠી છે.

બીએલઓ અને એસઆઇઆરની કામગીરી કરનાર શિક્ષકોને વસતી ગણતરીમાં રાહત નહીં મળતા વિરોધ થયો છે. વગદાર શિક્ષકોને આ ગણતરીની સમસ્યા પ્રક્રિયામાં મુકિત આપવામાં આવી છે, તાલીમમાં હાજર ન રહેલા લોકોની પણ હાજરી પુરી દેવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ અંગે નિષ્પક્ષ અને તટસ્થ કરવી જોઇએ તેવીમ માંગણી ઉઠી છે. 

જાણવા મળતી માહિતી મુજબ બીએલઓ અને એસઆઇઆરની કામગીરી કરનારા શિક્ષકોને વસતી ગણતરીમાં રાહત નથી મળી તેવી માંગણી થઇ છે, આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત થઇ છે. આજથી તમામ ૧૬ વોર્ડમાં વસતી ગણતરીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ડોર ટુ ડોર આ ગણતરી કરાશે, એવુ પણ બને છે કે કેટલાક શિક્ષકોને કામગીરી સોંપાયા બાદ પાછળથી તેમની કામગીરી રદ પણ કરવામાં આવે છે. આ કામગીરી દુકાન અને ઘરની ગણતરી કરવાની હોય છે ત્યારે આડેધડ કામગીરી આપી દેવાનુ ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે વસતી ગણતરી અધિકારીને પણ રજુઆત કરવામાં આવી છે. પરંતુ તેમના તરફથી કોઇપણ પ્રકારનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. ન.પ્રા. શિક્ષિણ સમિતિના શાળાના શિક્ષક દ્વારા કમિશનરને આ કૌભાંડના પુરાવા અને હાજરી પત્રકની નકલ લેખિતમાં આપવામાં આવી છે. ઉપરાંત ડીએમસીને પણ આ કોપી આપવામાં આવી છે. ટુંકમાં વસતી ગણતરીની તાલીમ શરૂ થઇ નથી ત્યાં જ કેટલોક વિવાદ શરૂ થયો છે. અમુક લોકોને કામગીરીથી બાકાત રાખવાનું ખુલ્યુ છે. આ સમગ્ર કૌભાંડોમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ ઉઠી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News