આખરે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન પર ફરી સેન્સર બોર્ડની કાતર

  • January 05, 2023 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • બેશરમ રંગ ગીતના સીન સહિત કેટલાક ડાયલોગમાં કરાયા ફેરફાર
  • ફિલ્મ ક્રિટિક કેઆરકેનો પઠાનની રિલીઝ ડેટ લંબાઇ શકવાનો દાવો

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાનનું સોન્ગ બેશરમ રંગ જ્યારથી રિલિઝ થયું છે, તેના પર વિવાદ થઇ રહ્યો છે. દેશભરમાં લોકો આ સોન્ગનો વિરોધ કરી રહ્યાં છે. વધતા વિવાદ વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ મેકર્સને તેમાં ઘણા બદલાવ કરવાના સૂચનો આપ્યા હતા, જેમાં બેશરમ રંગ સોન્ગ પણ સામેલ હતું. તેવામાં, ડાયલોગ્સ સાથે ઘણા સીન્સ પણ સેન્સર કરવા કહ્યું હતું.

હવે સામે આવી રહેલા એક રિપોર્ટ અનુસાર ફિલ્મના કેટલાક ડાયલોગ્સમાં બદલાવ કરવામાં આવ્યા છે. તેવામાં બેશરમ રંગ સોન્ગમાં દીપિકાના ક્લોઝ શોર્ટ્સ અને સાઇડ પોઝ પર કાતર ચલાવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સોન્ગના લિરિક્સ દરમિયાન સેંસુઅલ ડાન્સને હટાવી દેવામાં આવ્યો છે અને બીજા શોર્ટ્સ એડ કરવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધી તે કન્ફર્મ નથી કે દીપિકાની ભગવા બિકીની પર સેંસરે કાતર ચલાવી છે કે નહીં.

 રિપોર્ટ્સ મુજબ સેન્સરે 10 થી વધુ કાપ મૂકવા કહ્યું હતું, જેમાંથી મોટા ભાગના કટ્સ ડાયલોગ્સ સાથે સંબંધિત હતા. બે જગ્યાએ રો શબ્દનું સ્થાન હમારે કરવામાં આવ્યું છે. લંગડા લુલાના બદલે તૂટેલા ફૂટેલા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. PMO શબ્દ હટાવી દેવામાં આવ્યો છે, જ્યારે 13 જગ્યાએ PMની જગ્યાએ રાષ્ટ્રપતિ અથવા મંત્રી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ અશોક ચક્રને વીર પુરસ્કાર શબ્દ સાથે બદલવામાં આવ્યો છે. પૂર્વ KGBને પૂર્વ SBU અને શ્રીમતી ભારતમાતાને આપણી ભારત માતા સાથે બદલવામાં આવ્યા હતા.

દરમિયાન કહેવાતા ફિલ્મ ક્રિટિક કમાલ આર ખાને એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે....

 વધી રહેલા વિવાદને જોતા મેકર્સ આ ફિલ્મની રિલીઝ ડેટ લંબાવી શકે છે. આ સાથે નવી તારીખે રિલીઝ થનારી ફિલ્મમાં દીપિકા ન તો ભગવા કલરની બિકીનીમાં જોવા મળશે અને ફિલ્મનું નામ પણ બદલાઈ શકે છે. કેઆરકેનો દાવો છે કે મેકર્સ આજે કે કાલે આની જાહેરાત કરી શકે છે.


જો કે KRK બોલીવૂડ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝને ટ્રોલ કરવા માટે જાણીતો છે, પરંતુ 'પઠાણ'ના ટ્રેલરમાં વિલંબથી KRKનો દાવો વધુ મજબૂત થઈ રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application