PM મોદીની પહેલમાં બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા, જુઓ ફોટો

  • March 23, 2020 11:13 AM 288 views

 

રવિવારના દિવસે જનતા કર્ફ્યુના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકો 5 વાગ્યે દેશના હીરોઝ માટે તાળી, ઘંટી, થાળી, શંખ વગેરે વગાડી આભાર વ્યક્ત કરવા કહ્યું હતું. આ પહેલમાં બોલિવૂડ સેલેબ્સ પણ જોડાયા હતા. અમિતાભ બચ્ચનએ અભિષેક, ઐશ્વર્યા, અરાધ્યા, શ્વેતા બચ્ચન નંદા સહિતના સભ્યોએ તાળીઓ વગાડીને આભાર વ્યક્ત કર્યો હતો. આ સિવાય બોલિવુડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પણ તાળી અને ડ્રમ વગાડીને હીરોઝનો આભાર માન્યો છે.