બમ...બમ...ભોલેના જયઘોષ સાથે શિવરાત્રીની ઉજવણી

  • March 11, 2021 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે શિવરાત્રીની સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિસભર ઉજવણી થઇ હતી. સવારથી શિવજીને રિઝવવા ભાવિકોએ શિવાલયોમાં કતાર લગાવી હતી. હર...હર...મહાદેવનો નાદ ગૂંજી ઉઠયો હતો. પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ ખાતે ગામે-ગામથી ભાવિકો શિવજીની પૂજા-અર્ચન અને દર્શન માટે આવ્યા છે.

 

 

આજે મહા વદ તેરશને ગુવારે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીનો પ્રારંભ થતાં આ વર્ષે સવારે 9-24 સુધી શિવયોગ છે. આથી શિવરાત્રીનો પ્રારંભ શિવયોગમાં થયો છે. અને રાત્રીના 9-45 પછી શ્રવણ નક્ષત્ર પણ ઉત્તમ છે. શિવરાત્રીના દિવસે ઉપવાસ અથવા એકટાણું કરવાથી જીવનના બધા જ કષ્ટો દૂર થાય છે. મહાશિવરાત્રીના દિવસે આઠ પ્રહરની પૂજામાં મુખ્ય રાત્રીના ચાર પ્રહરોની પૂજા મહત્વની છે.

 


ચાર પ્રહરની પૂજા
તેમાં પહેલા પ્રહરે મહાદેવજી ઉપર જળધારા કરી અને ચંદન-ચોખા, કમળ કરેણના પુષ્પ વડે પૂજા કરવી નૈવેધમાં પકવાન ધરવો. બીજા પ્રહરની પૂજામાં મહાદેવજીને જળ ચડાવી બલીલીપત્ર અર્પણ કરવા તથા માલપુવાનું નૈવેધ તથા શાળ દાળમ ધરાવવું. ત્યારબાદ બિલિપત્ર આર્પણ કરવા. ચોથા પ્રહરે જળ ચડાવ્યા બાદ અડદ, કાગ, મગ, સાત ધાન્ય ચડાવવા, બિલિપત્ર ચડાવવા દુધના મિષ્ટાનનું નૈવેદ્ય ધરવું. શિવપૂજામાં ત્રણેય ભગવાનની પૂજા આવી જાય છે. શિવલિંગમાં મુળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણું અને ઉપર સ્વયં શિવજી છે. આમ શિવલિંગની પૂજા કરવાથી ત્રણેય ભગવાનની પૂજાનું ફળ મળે છે. તેમ વેદાંતરત્ન રાજદીપ જોશીએ જણાવ્યું હતું.

 


ભારતમાં ઉજવાતા મોટાભાગના દરેક ઉત્સવો પાછળ એક ચોક્કસ આધ્યાત્મિક, નૈતિક તેમજ સામાજિક રહસ્ય છુપાયેલું છે. એટલે દેશમાં ઉજવાતા દરેક ઉત્સવો માનવીમાં એક નવી ચેતના જાગૃત કરે છે. જીવનને  આશાઉમંગથી ભરી દે છે. હતાશા, નિરાશા, દુ:ખ, વ્યથા, અશાંતિ તેમજ આળસથી માનવીને મુક્ત કરી જીવનમાં નવો પ્રાણ ફૂંકે છે. વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવોમાં શિવરાત્રિના પર્વનું એક આગવું તેમજ વિશિષ્ટ મહત્વ છે. કારણ કે શિવરાત્રિ  એ દેવાધિદેવ શિવના અવતરણનું અથર્તિ શિવજયંતિનું પર્વ છે.  

 


 જ્યોતિ સ્વરૂપ પરમાત્મા શિવ, જેની પૂજા વૈદિક સમયથી જ્યોતિર્લિંગ સ્વરૂપે કરવામાં આવે છે, તે શ્રી કૃષ્ણ, શ્રી રામના, બ્રહ્માવિષ્ણુ-શંકર જેવા ત્રિદેવના, દેવોના ગુરુ બૃહપતિ તેમજ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના, રાવણ જેવા રાક્ષસના તેમજ સર્વ ધર્મસ્થાપકોના હમેશાં આરાધ્ય રહ્યા છે. સર્વ મનુષ્ય આત્માઓના પરમપિતા પરમાત્મા શિવને દેહાતિત, અજન્મા, અકતર્,િ અભોક્તા અને અવ્યક્ત સ્વરૂપે સ્વીકાર કરવામાં આવ્યાં છે.એટલે જ તેમનું કોઈ દૈહિક સ્વરૂપ નથી. તેથી કરીને જ્યોતિના પ્રતિક સમાન લિંગની સ્થાપ્ના કરી તેમની  પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ મહાજયોતિ સ્વરૂપ શિવ પરમાત્માના અવતરણના સંધર્ભમાં ઉજવાતી શિવજયંતીને મહાશિવરાત્રી રૂપે મનાવવામાં આવે છે.
શિવરાત્રિમાં રાત્રિ શબ્દ ખુબજ સૂચક છે. અથર્તિ શિવ અવતરણને રાત્રિ સાથે કોઈ સંબંધ છે.

 

આ રાત્રિ તે કઈ રાત્રિ? આ સમજવા આપણે પૃથ્વી ધરા પર ભજવાઈ રહેલા અનાદિ, અવિનાશી વિશ્વ નાટકના ચક્રને સમજવું પડશે. આ ચક્ર બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત્રિ  એમ બે ભાગમાં વહેચાયેલું છે. બ્રહ્માના દિવસના બે ભાગ એટલે  સતયુગ અને ત્રેતાયુગ અને બ્રહ્માની રાતના બે ભાગ એટલે દ્વાપરયુગ અને કળયુગ. એમ ચાર યુગનું  સૃષ્ટિચક્ર અનાદિ સમયથી ચાલતું આવ્યું છે અને અનંત સુધી ચાલતું રહેશે. આ ચક્રમાં બ્રહ્માનો દિવસ અથર્તિ સતયુગ,ત્રેતાયુગ તે જ્ઞાનરૂપી પ્રકાશ અથવા ઉજાસનું પ્રતિક છે તેમજ બ્રહ્માની રાત્રિ અથર્તિ દ્વાપરયુગ, કળયુગ તે અજ્ઞાન રૂપી અંધકારનું પ્રતિક છે. તેમાં પણ કળયુગનો અંતિમ સમય એટલે ઘોર અંધકારનો સમય અતિ ધર્મગ્લાનિનો સમય.આ સમયે સમગ્ર વિશ્વમાં દુ:ખ, અશાંતિ, ભય, ચિંતા, હિંસા,પાપચાર દુરાચાર ભ્રષ્ટાચાર વ્યાપેલો હોય છે. આવા સમયે સ્વયં શિવ પરમાત્મા,ગીતામાં પોતે આપેલા વચન અનુસાર, સૃષ્ટિ પરીવર્તન અર્થે દિવ્ય અવતરણ કરે છે અને કળયુગી દુનિયાનો વિનાશ કરાવી નવી સતયુગી દુનિયાની સ્થાપ્ના કરે છે. અજ્ઞાન રૂપી ઘોર અંધકારના સમયે પરમાત્મા શિવનું બ્રહ્મા તનમાં અવતરણ થતું હોવાથી શિવરાત્રિ કહેવાય છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS