PGVCL દ્વારા કેન્દ્રીય વિદ્યાલય ખાતે ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી.

  • December 12, 2023 05:39 PM 

આજરોજ દરેક ૧૨.૧૨. 2023 ના રોજ PGVCL શહેર વિભાગીય કચેરીએ તથા સેન્ટ્રલ ઝોન પેટા વી. દ્વારા ઉર્જા સંરક્ષણ સપ્તાહ ઉજવણી અંતર્ગત જામનગર એરફોર્સ -૨ ખાતે આવેલ કેન્દ્રીય વિદ્યાલય સાથે રહી ઊર્જા સંરક્ષણ સપ્તાહ ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત સ્કૂલ ના પટાંગણમાં વૃક્ષા-રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને ઊર્જા બચત અંગેના બેનર્સ સ્કૂલમાં પ્રદર્શિત કરવામાં આવ્યા. 



આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલય પ્રિન્સીપાલ શેખાવત તથા સિનિયર લેકચરર  પ્રતાપસિંહ ચારણ તથા વાઘેલા તથા પિજીવિસીએલ તરફથી કાર્યપાલક ઇજનેર  એન એફ દોશી તથા નાયબ ઇજનેર શ્રી શાહ, શહેર ૧ વિભાગ તથા  અજય પરમાર, નાયબ ઇજનેર સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ, ઉપસ્થિત રહી કાર્યક્રમની ઉજવણી કરી ઊર્જા બચત અંગેના કાર્યક્રમો કરવામાં આવ્યા..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application