સીબીએસઇ ધોરણ ૧૨નાં પરિણામની ફોર્મ્યુલા જાહેર: ૩૧મી જુલાઈએ પરિણામ

  • June 17, 2021 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિધાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ્ર ન હોય તો તે અપીલ કરી શકે છે

 


કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, ધોરણ ૧૨નું પરિણામ ૩૧ જુલાઈના રોજ જાહેર કરવામાં આવશે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વિધાર્થીઓ જો પોતાના પરિણામથી સંતુષ્ટ્ર ન હોય તો તે અપીલ કરી શકે છે. પરિણામ તૈયાર કરતાં સમયે ધોરણ ૧૦ના ત્રણ વિષયોના આધારે ૩૦ ટકા માકર્સ આપવામાં આવશે. ૧૧ના આધારે ૩૦ ટકા માકર્સ આપવામાં આવશે. પ્રી બોર્ડના આધારે બાકીના ૪૦ ટકા માકર્સ આપવામાં આવશે. ધોરણ ૧૨માં માકર્સ આપવાની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ પહેલા કયારેય આવી નથી. તેમણે કહ્યું કે, સીબીએસઈ ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના પ્રી બોર્ડ પરિણામને ગણ્યા છે.

 

૧૦માંના ૫ વિષયમાંથી ૩ વિષયના સૌથી સારા માર્કસ ગણવામાં આવશે. જે અનુસાર, ધોરણ ૧૦માંથી ૩૦ ટકા (ટોપ ત્રણ વિષય, જેમાં સૌથી વધારે માર્કસ આવ્યા હોય) ધોરણ ૧૧માંથી ૩૦ ટકા (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માકર્સ આવ્યા હોય અને ધોરણ ૧૨ પ્રી બોર્ડમાંથી ૪૦ ટકા મળશે. (ટોપ ત્રણ વિષય જેમાં સૌથી વધારે માકર્સ આવ્યા હોય.) નોંધનીય છે કે, કોરોના મહામારીને કારણે ધોરણ ૧૨ના વિધાર્થીઓના મૂલ્યાંકને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ થરાઈ હતી. કોરોનાને કારણે બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આજે સુનાવણી એ હતી કે સીબીએસઇ અને આઈસીએસઈ સહિત બોર્ડ ધોરણ–૧૨ના માકર્સ કેવી રીતે નક્કી કરશે. માકિગને લઈને બોર્ડ તરફથી સુપ્રીમ કોર્ટમાં સમગ્ર પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

 

 

આ પહેલાની સુનાવણીમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ધોરણ ૧૨ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. સીબીએસઇ અને આઈસીએસઈએ વિધાર્થીઓને નંબર આપવા માટે ઓબ્જેકિટવ ક્રાઈટેરિયા નક્કી કરવાને લઈને સુપ્રીમ કોર્ટ પાસે સમયની માગ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS