સાવધાન : લગ્ન પ્રસંગ અને કાર્યક્રમમાં તંત્રની રહેશે મહેમાનગતિ !

  • November 21, 2020 10:19 AM 274 views
  • ભાવનગર શહેર અને  જિલ્લામાં હાલ પ્રસંગ કે કાર્યક્રમ પર પ્રતિબંધ નહિ પરંતુ તંત્રને જાણ કરવી ફરજીયાત
  • ગાઈડલાઈન મુજબ પ્રસંગ, કાર્યક્રમ કરતા બે દિવસ પૂર્વે તંત્રને જાણકારી આપવી પડશે : સ્થળ પર તપાસ કરી કોરોના ગાઈડ લાઈનની અમ્લવારીનું થશે ચેકીંગ : જાહેરનામું પ્રસિદ્ધ


કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાને લઇ ભાવનગર શહેર અને જિલ્લામાં કોઈ પણ જાહેર કે ખાનગી કાર્યક્રમના આયોજનના બે દિવસ અગાઉ તંત્રને જાણ કરવાનો નિયમ ફરમાવ્યો છે. જિલ્લા કલેકટરએ જાહેરનામું બહાર પાડી કાર્યક્રમો યોજવા અંગે જાણ ન કરનાર સામે કાર્યવાહી કરવા તંત્ર વાહકોને કાર્યવાહી કરવા  આદેશ કર્યો છે. હાલ કોઈ પ્રસંગો પર પ્રતિબંધ નથી, અથર્તિ ગાઈડલાઈન અનુસાર પ્રસંગો થઈ શકશે પરંતુ તંત્રને જાણકારી આપવાની રહેશે જેથી સ્થળ પર આવી સરકારે સુચવેલી માર્ગદર્શિકાની અમલવારી અંગે ચેકીંગ થઈ શકે. તંત્રની જાણકારી બહાર પ્રસંગો યોજનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ નિર્દેશ અપાયો છે.


ભાવનગરમાં સામાજીક, શૈક્ષણિક, રમત  ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ધાર્મિક, રાજકીય તથા અન્ય લગ્ન પ્રસંગ સહિતના આયોજન કરાયેલું હોય કે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હોય તેવા પ્રસંગે પ્રસંગ યોજાય તે સ્થળના માલિક, ટ્રસ્ટી, સંચાલક કે અધિકૃત વ્યક્તીએ સંબધિત તાલુકા મથકના મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને બે દિવસ અગાઉ ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.


જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાનૂની રાહે કાર્યવાહી હાથ ધરવાની ચિમકી ઉચ્ચારમાં આવી છે. કાર્યવાહી કરવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલિસ અધિકારી, નગર પાલિકા કક્ષાએ ચિફ ઓફીસર, ગ્રામ્ય કક્ષાએ તાલુકા વિકાસ અધિકારી અને સંબધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે. આમ, તંત્ર હવે સફાળું જાગ્યું છે અને વિવિધ સ્તરે કાયદાની કડક અમલવારી માટે કમર કસી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application