જેતપુર નજીક ગેરેજમાં ટેબલનું ખાનું તોડી રૂ.3.50 લાખની રોકડની ચોરી

  • June 03, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર ખીરસરા રોડ પર આવેલા ગેરેજમાં ટેબલના ખાનાનો લોક તોડી રૂપિયા 3.50 લાખની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. ગેરેજના સીસીટીવીમાં જેસીબીનો ડ્રાઈવર અને તેની સાથેનો અન્ય એક ડ્રાઈવર પૈસાની ચોરી કરતા હોવાનું જોવા મળતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરી કરનાર બંને શખસો સામે ગુનો નોંધ્યો છે.


પ્રાપ્ત વિગત મુજબ જેતપુરમાં જૂનાગઢ રોડ શાંતિનગર વિસ્તારમાં રહેતા અને ખીરસરા રોડ પર જય મહાકાળી ડીઝલ સર્વિસ નામનું ગેરેજ ધરાવતા ભીખુભાઇ મેઘજીભાઈ સાવલીયા (ઉ.વ.51)એ પોતાના ગેરેજમાં ગત તા.1ના રોજ જેસીબીના ભાડા સહિતના પૈસા સાડા ત્રણ લાખ ટેબલના ખાનામાં રાખ્યા હોય અને પોતે અને પુત્ર ગેરેજ બંધ કરી ઘરે ચાલ્યા ગયા હતા. ગેરેજ ઉપર ડ્રાઇવરનો ફ્રેશ થવા અને આરામ કરવા માટેનો રૂમ રાખ્યો છે આ રૂમ અને ગેરેજની એક ચાવી જેસીબીના ડ્રાઈવર તાલીમ પાસે હોય છે. બીજા દિવસે ગેરેજ ખોલીને જોતા ટેબલનું લોક તૂટેલું હતું અને ખાનામાં રાખવામાં આવેલા રૂ.3.50 લાખ જોવા મળ્યા ન હતા. ગેરેજના સીસીટીવી જોતા આ પૈસા જેસીબીનો ડ્રાઈવર તાલીમ અને આધેડના મિત્રનો ડ્રાઈવર શાહરુખ ઉર્ફે આશિષ ખાન બંને ચોરી કરી લઈને જતા હોવાનું જોવા મળતા બંનેને ફોન કરતા ફોન પણ બંધ આવતો હોય આથી આ ચોરી બંનેએ કરી હોવાની ફરિયાદ આધેડએ જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application