BREAKING NEWS

જામનગર-દ્વારકાના ૧૩ વોન્ટેડ આરોપીઓની સચોટ માહિતી આપનારને રોકડ ઇનામ અપાશે

  • March 28, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર-દ્વારકાના ૧૩ વોન્ટેડ આરોપીઓની સચોટ માહિતી આપનારને રોકડ ઇનામ અપાશે 

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે કરી જાહેરાત : રેન્જના ૫ જીલ્લાના ૨૯ આરોપીઓનુ લીસ્ટ તૈયાર

​​​​​​​
રાજકોટ રેન્જના આઈ.જી. તરીકે નિર્લિપ્તરાય એ ચાર્જ સંભાળ્યા પછી લૂંટ, હત્યા, હત્યા પ્રયાસ, હથિયારધારા ભંગ અને નશીલા પદાર્થ જેવા ગુન્હાઓમાં સંડોવાયેલા જામનગર શહેર-જિલ્લાના ૭ શખ્સ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬ શખ્સ અંગે માહિતી આપનાર વ્યક્તિઓને રોકડ ઈનામની જાહેરાત કરવા ઉપરાંત માહિતી આપનારના નામ ગુપ્ત રાખવાની બાહેંધરી આપી છે. રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા પછી કુલ ર૯ વોન્ટેડની બાતમી આપવા માટે ઈનામની જાહેરાત કરી છે.

જામનગરમાં રાજપાર્ક વિસ્તારમાં વર્ષ ૨૦૨૪માં એક બાળકીની થયેલી હત્યાના આરોપી લાલજી કૈલાસ પંડયા ઉપરાંત હત્યાના એક આરોપી આસુતોષ પન્નાલાલ ચતુર્વેદી, આસુતોષ શિવધરન ત્રિપાઠી ઉપરાંત મહેન્દ્ર કૃષ્ણબલદેવ તિવારી અને ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મના એક ગુન્હામાં સંડોવાયેલા કૈલાસ રામસિંગ અજનાર, લૂંટમાં ગુન્હામાં સંડોવાયેલા વસના ભૂરા સરૂપા તથા બાલુ માનસિંગ બિલવાવ નામના આરોપીઓ માટે ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ભાણવડના બે ગુન્હાના આરોપી અર્જુનસિંગ મોહંતી ઉર્ફે રમેશ ઉર્ફે પંકજ પંડિત, રાહુલ ઉર્ફે ખુમસીંગ બધેલ, દિનેશ મેલા, કમા ઉર્ફે કમલેશ સાવલસીંગ મીનાવા, મીઠાપુરના એનડીપીએસના આરોપી ભાવેશ વિઠ્ઠલદાસ દુધાત્રા, ખંભાળિયાના ગુન્હાના આરોપી લખવીન્દરસિંહ સ્વરૂપસિંગ જાટ સામે પણ ઈનામની જાહેરાત કરાઈ છે.
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News