રાજકોટમાં હજુ કેસ વધશે: રોજ ૨૦,૦૦૦ ટેસ્ટ કરાશે

  • April 14, 2021 02:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં હજુ કોરોનાના કેસ લગાતાર વધશે. આગામી એક પખવાડિયા સુધી કોરોનાનું તાંડવ ચાલુ રહે તેવી પુરી સંભાવના આરોગ્ય સ્ટાફને જણાઈ રહી છે. શહેરમાં હાલ મહાપાલિકા દ્રારા દરરોજ ૧૦,૦૦૦થી ૧૨,૦૦૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ટેસ્ટની સંખ્યા વધારીને ૨૦,૦૦૦ સુધી પહોંચાડવાનો લયાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. હાલમાં એન્ટિજન કિટની અછત હોય વધુ કિટ મગાવવામાં આવી છે અને જથ્થો ઉપલબ્ધ થતાની સાથે ધડાધડ ટેસ્ટ વધારવામાં આવશે.

 


વિશેષમાં મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.લલિત વાંઝાએ જણાવ્યું હતું કે, હાલમાં ૨૦ હજાર એન્ટિજન ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે અને વધારાની ડિમાન્ડ રવાના કરવામાં આવી છે. મહત્તમ ટેસ્ટિંગ કરવા પર તંત્રનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત છે. જેટલા ટેસ્ટ વધુ થશે તેટલા વધુ કેસ બહાર આવશે અને સંક્રમિતો બહાર ફરતા અટકશે જેથી કોરોના વાયરસની ચેઈન બ્રેક થશે.

 


દરમિયાન મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, એન્ટિજન ટેસ્ટ કિટનો જથ્થો રાય સરકારના આરોગ્ય વિભાગમાંથી મેળવવામાં આવી રહ્યો છે પરંતુ રાજકોટની જરૂરિયાત વધી હોય અને સમયસર અને પુરતી માત્રામાં કિટનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે મહાપાલિકા તંત્રએ સ્વખર્ચે પણ એન્ટિજન કિટ મગાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય કર્યેા છે અને તેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ તે ઓર્ડર પૈકીની કિટનો જથ્થો પણ ઉપલબ્ધ થઈ જશે. સાથે સાથે સરકારમાંથી પણ કિટ મળતી રહેશે.
યારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ માટે ૨ લાખ એન્ટિજન ટેસ્ટ કિટનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તબકકાવાર જથ્થો મળતો રહેશે.

 

ફકત ઓકિસજનની સુવિધા સાથે હોસ્પિટલ કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મનપાનું નિમંત્રણ
રાજકોટ શહેરમાં હાલ ઓકિસજનની ભારે અછત વર્તાઈ રહી હોય તેમજ અનેક દર્દીઓ ઓકિસજનના અભાવે તડપી રહ્યા હોય શહેરની કોઈપણ ખાનગી હોસ્પિટલો કે તબીબો જો શહેરમાં ફકત ઓકિસજનની સુવિધા સાથેની કોઈ અલાયદી કોવિડ હોસ્પિટલ કે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ઈચ્છુક હોય તો મહાપાલિકાનો સંપર્ક કરવા માટે મેયર ડો.પ્રદીપ ડવે અનુરોધ કર્યેા છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS