ટેકનોલોજી આધારિત છેતરપિંડીના કેસ વધ્યા, દેશમાં ૧૦માંથી ૭ ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બને છે

  • July 27, 2021 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં પાછલા એક વર્ષ દરમિયાન 10માંથી 7 ગ્રાહકો છેતરપિંડીનો ભોગ બન્યા છે તેવો ધડાકો માઈક્રોસોફ્ટ ના વૈશ્વિક ટેકનોલોજી સપોર્ટ કૌભાંડ અંગેના રિસર્ચ રિપોર્ટ માં કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયાને અત્યંત ગંભીર ગણવામાં આવી રહી છે. બીજી બાજુ વૈશ્વિક સ્તર પર ટેકનોલોજી આધારિત છેતરપિંડીના દરમાં પાંચ ટકાનો ઘટાડો પણ નોંધાવ્યો છે પરંતુ ભારતમાં દર 10માંથી 7 ગ્રાહકો સાથે ગંભીર રીતે ટેક્નોલોજી સાથેની છેતરપિંડી આચરવામાં આવી રહી છે.

 

રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાછલા બાર માસ દરમિયાન ભારતીય ગ્રાહકો સાથે ટેકનોલોજી આધારિત છેતરપિંડી નો દર ૬૯ ટકા જેટલો રહ્યો હતો જે વિશ્વમાં અત્યારે સૌથી વધુ ગણાય રહ્યો છે. 2018ના વર્ષમાં પણ ૭૦ ટકા જેટલો દર રહ્યો હતો.

 

ભારતમાં સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા લગભગ અડધોઅડધ ગ્રાહકો એટલે કે ૪૮ ટકા જેટલા ગ્રાહકો સતત ટેકનોલોજી આધારિત સગાઈ નો ભોગ બન્યા છે. વૈશ્વિક દર ૧૬ ટકા જેટલો રહ્યો છે. ભારતમાં ગ્રાહકો સાથે ઠગાઈ કરવાના કિસ્સા દરરોજ વધી રહ્યા છે.

 

ભારતમાં વર્ષ ૨૦૨૧ માં ૨૪ થી ૩૭ વર્ષની વય જૂથના યુવાનો છેતરપિંડી નો શિકાર બન્યા છે અને ૫૮ ટકા જેટલા યુવાનોને નાણાકીય નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. માઈક્રોસોફ્ટ ને દર મહિને ટેકનોલોજી આધારિત સગાઈના 6500 જેટલા કેસ ની ફરિયાદો મળતી રહે છે.

 

આમ તો વિશ્વભરમાં ટેકનોલોજી આધારિત ઠગાઈ ના કેસ વધી રહ્યા છે પરંતુ ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં આવી થઈ રહી છે અને લોકોને તેની સામે કોઈ ટેકનોલોજીની સુરક્ષા મળતી નથી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021