ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસના ૧૧૬ કેસ

  • May 26, 2021 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના પર કાબુ તો મ્યુકરમાઇકોસિસની મહામારી વધી

છેલ્લા 10 દિવસમાં 201 દર્દી, 115ના ઓપરેશન કરાયા, કોઈ મોત નહીં 

 

કોરોનાથી સાજા થયેલા પરંતુ મ્યુકરમાઇકોસિસમાં ફસાયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા કેસોને કારણે દર્દીઓની સર્જરી માટે મુશ્કેલીઓ ઉભી થવા લાગી છે, અને હવે અન્ય શહેરોમાંથી દર્દીઓ સર્જરી માટે ભાવનગરની વાટ પકડી રહ્યા છે. મ્યુકરમાઇકોસિસના કેસ છે.  ડૉ.જયેશ બ્રહ્મભટ્ટ (તબીબી અધિક્ષક, સર ટી. હોસ્પિટલ ભાવનગર)ના જણાવ્યા મુજબ  મ્યુકરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 201 દર્દીઓ આવ્યા છે. હાલ 116 દર્દીઓ સારવાર તળે છે જેમાંથી 64 મ્યુકરમાઇકોસિસના કેસ કન્ફર્મ છે ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે છેલ્લા 10 દિવસમાં 115 ઓપરેશન કરવામાં આવ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

 

 

24મી મે સુધીમાં રાજ્યની છ મોટી હોસ્પિટલોમાં  મ્યુકરમાઇકોસિસના 1,674 સક્રિય દર્દીઓ દાખલ થયા છે. જેમાં અમદાવાદના મેડિસિટી કેમ્પસમાં 470, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 580, એસએસજી હોસ્પિટલ વડોદરામાં 154, ન્યુ સિવિલ હોસ્પિટલ (એનસીએચ) સુરતમાં 120, ભાવનગરની સર ટી જનરલ હોસ્પિટલમાં 116 અને જામનગરની જી.જી. જનરલ હોસ્પિટલમાં 114 હતા.

 

 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 23 મે સુધીમાં 580 મ્યુકોર્માઇકોસિસ દર્દીઓ હતા, જે ગુજરાતની કોઈપણ હોસ્પિટલમાં સૌથી વધુ છે. સૌરાષ્ટ્રની બીજી સૌથી મોટી સરકારી હોસ્પિટલ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં હવે અમદાવાદ અને રાજકોટનાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. શનિવારે -22 મે, હોસ્પિટલમાં 20 વધુ મ્યુકોર્માઇકોસીસ દર્દીઓ દાખલ થયા હતા, જેમાંના ઘણા અમદાવાદ અને રાજકોટનાં છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. ભાવનગરની સરકારી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસથી એક પણ મોત થયું નથી તેમ સુત્રો જણાવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS