સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડના પ્રિન્ટ, ઇલેકટ્રોનિક મીડિયાના પત્રકારોએ કલેકટર અને એસપીને આવેદન પાઠવ્યું
વડોદરા વાઘોડિયાના ભાજપ્ના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત જાહેરમાં મીડિયાકર્મીઓને માણસો પાસે ઠોકાવી દેવાની ખુલ્લેઆમ ધમકી આપીને પોતાની દબંગગીરી દાખવીને લુખ્ખાગીરીનો પરચો આપ્યો છે.
આ ઘટનાના સૌરાષ્ટ્ર ઝાલાવાડ સહિત સમગ્ર રાજ્યમાં પત્રકાર આલમમાં તીવ્ર પ્રત્યાઘાતો પડયા છે.
ધમકીની ઘટનાને લઇને સુરેન્દ્રનગર જિલ્લાના ઇલેકટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારોએ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર કલેકટર અને એસપી કચેરીએ ધસી જઇ લેખિત આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહીની માગ કરી છે. અવારનવાર જાહેર મેળાવડાઓ અને કાર્યક્રમોમાં ધમકીઓ આપીને લુખ્ખાગીની છાપ ધરાવતા આવા બેખોફ બનેલા ધારસભ્યોને ભાજપ કેમ છાવરી રહ્યું છે તેવા પણ સવાલો ઉઠયા છે. વડોદરામાં મીડિયાકર્મીઓને ખુલ્લેઆમ ધમકી આપવાના મામલે ભાજપ મોવડી મંડળ આવા ધારાસભ્ય સામે કડક એકશન લઇને અન્ય નેતાઓ અને કાર્યકરોમાં શિસ્તની છાપ ઉભી કરવાની માગ ઉઠી છે.