તરછોડેલી બાળકી મળવાનો મામલો : સગીર દીકરીના કોઈ સાથે સંબંધ થતા રહ્યો ગર્ભ, દીકરીનો જન્મ થતા સગીરાના માતાપિતાએ બાળકીને ત્યજી

  • July 05, 2021 06:48 PM 

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના નાના ખીજડીયા ગામે શનિવારે સવારે એક નવજાત બાળકી મળી આવી હતી. આ મામલે પોલીસે શરુ કરેલી તપાસમાં મોટો ખુલાસો થયો છે. બાળકી મળ્યા બાદ શરુ થયેલી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બાળકીને એક સગીરાએ જન્મ આપ્યો છે. 

 


બાળકી મળવાના મામલે જે ચોંકાવનારી વિગતોત સામે આવી છે તે અનુસાર આ બાળકીને જન્મ આપનાર માતા સગીરા છે. તેનો પરીવાર મધ્યપ્રદેશથી રાજકોટ મજૂરી કામ કરવા આવ્યો છે. સગીરાને કોઈ સાથે સંબંધ થતા તેને ગર્ભ રહ્યો હતો. જ્યારે સગીરાએ બાળકીને જન્મ આપ્યો ત્યારે તેના માતાપિતાએ બાળકીને તરછોડી દીધી હતી. આ મામલે હવે પોલીસે હાલ સગીરાના માતાપિતાની ધરપકડ કરી છે અને એ વ્યક્તિની શોધખોળ શરુ કરી છે જેણે સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા. 


 

શનિવારે સમગ્ર પંથકમાં ચકચાર ત્યારે મચી ગઈ જ્યારે એક નવજાત બાળકી અહીં મળી આવી હતી. આ બાળકીને જન્મના તુરંત બાદ જ મરવા માટે ત્યજી દેવામાં આવી હતી. બાળકીને કપડામાં વીંટાળી તળાવ નજીક જમીન પર મુકી તેના પર ધુળ વાળી દેવામાં આવી હતી. પરંતુ કહેવાય છે ને કે જેના રખોપા રામ કરે તેને ઊંણી આંચ પણ ન આવે. તેમ આ દીકરીનો જીવ પણ બચી ગયો છે. હાલ તે રાજકોટમાં સારવાર લઈ રહી છે. 

 


ઘટનાની મળતી માહિતી અનુસાર અંબા બાદ ફરી એકવાર તાજી  જન્મેલે બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી હતી.  શનિવારે વહેલી સવારે 6.30 કલાક આપસાસ નાની ખીજળીયા ગામ ના તળાવ નજીક એક ત્યજેલી બાળકી મળી આવી હતી. બાળકીને એક કપડામાં વિંટોળી અને તળાવ નજીક મુકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી. પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી નીકળતા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં તેમાંથી બાળકી મળી આવી હતી. કોઈ તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મુકી ગયું હોવાની જાણ તુરંત 108 ને કરવામાં આવી હતી. બાળકીને ત્યાંથી તુરંત પડધરી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનામાં આજે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે.  

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS