દેશમાં ૪૭૭૮ કેસ: ૧૩૬ મોત

  • April 07, 2020 10:35 AM 345 views

 

  • ૧૪૪૫ કેસ તબલીગી જમાતના: છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૩ નવા કેસ


દેશમાં કોરોનાવાયરસ નો અજગર ભરડો વધુ દર્દનાક બની ગયો છે અને ભારે ઝડપથી અલગ–અલગ રાયોમાં કેસ વધી રહ્યા છે. આજે સવાર સુધી દેશમાં કુલ ૪૭૭૮ કેસ નોંધાયા છે અને દેશમાં કુલ મૃત્યુઆકં ૧૩૬ પર પહોંચી ગયો છે.


સરકારના મંત્રાલયો દ્રારા એવી માહિતી આપવામાં આવી છે કે દેશમાં જે કુલ કેસોની સંખ્યા છે તેમાં ૧,૪૪૫ કેસ તબલીગી જમાતના છે એમના કારણે દેશમાં ઝડપથી કોરોનાવાયરસ ના કેસમાં વધારા થયા છે.


દેશના અલગ–અલગ રાયોમાં સતત વધી રહ્યા છે જેમાં મહારાષ્ટ્ર્ર કેરળ તામિલનાડુ તેલંગાણા રાજસ્થાન મધ્યપ્રદેશ વગેરેનો સમાવેશ થાય છે. મુંબઈ ની હાલત સૌથી વધુ ખરાબ દેખાઈ રહી છે એ જ રીતે મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ સતત કેસ વધી રહ્યા છે અને ત્યાં તેની સંખ્યા પણ વધારે છે.


દેશના અલગ–અલગ રાયોમાં લોક ડાઉન ૧૪મી એપ્રિલ બાદ ઉઠાવી લેવા અંગે કોઈ સંમતિ બનતી નથી અને મોટાભાગના રાયો નિયંત્રણો ચાલુ રાખવા માંગે છે કારણકે કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application