માલવણ હાઇ-વે ઉપર ચાલુ ટ્રકમાંથી ૪૭૩ કાર્ટૂન ચોરાયા

  • March 04, 2021 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના કોચાડા ગામના બે નિવૃત થતા આર્મી જવાનોનું ડીજેના તાલે બુલેટ પર સ્વાગત કરાયું હતુ. આર્મીના બંને જવાનો ગ્રામજનોના આગતા-સ્વાગતાથી અભિભૂત થયા હતા. પાટડી તાલુકાના કોચાડા ગામે બુધવારના રોજ આર્મીમાં પોતાની અઢાર વર્ષની સેવા પૂરી કરી પોતાના માદરે વતન પરત ફરનારા પટેલ સુરેશભાઈ ચતુરભાઈ અને પરમાર કલ્પેસિંહ દજાભાઇનું કોચાડા ગામના સરપંચ ગીરીશભાઈ પથાભાઈ અને તલાટી કમ મંત્રી ભરતભાઇ સિંધવ તથા ગામના દરેક સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ફુલહાર તથા અબીલગુલાલથી સામૈયું કરીને અનોખી રીતે સન્માન કર્યું હતું.


આ બન્ને નિવૃત આર્મિ જવાનોને બુલેટમાં બેસાડીને ગામના જાહેર રસ્તાઓ પર ડીજે સાઉન્ડ સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામને ગૌરવ અપાવનાર બંને યુવાનો પ્રત્યે આખું કોચાડા ગામ ભાવુક થયું હતું.દેશની સેવા કરનાર સૈનિકના સ્વાગતમાં ગામની એકતાના દર્શન થયા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS