જામનગર નજીક ટેન્કરોમાંથી પેટ્રોલ-ડીઝલ કાઢી વેચાણ કરવાનું કારસ્તાન

  • August 15, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર જાખર ગામના પાટિયા નજીક લાલપુર તાલુકા ના જાખર ગામના એક શખ્સ દ્વારા ચલાવતા રેકેટનો પર્દાફાશ કરી પેટ્રોલ-ડીઝલ ભરેલા બે ટેન્કરો, આઠ નંગ પેટ્રોલ-ડીઝલના પ્રવાહી ભરેલા બેરલો સહિત રૂપિયા ૬૯ લાખની માલમતા કબજે કરી લઈ બે શખ્સો ની અટકાય કરી છે, ઉપરાંત મુખ્ય સૂત્રધારને ફરારી જાહેર કરી તેની શોધ ખોળ હાથ ધરી છે.
જામનગરની એસ.ઓ.જી. શાખાના પીઆઇ બી.એન. ચૌધરીની સુચનાથી પીએસઆઇ જે.ડી. પરમાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા, ત્યારે સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા અને અનિરુઘ્ધસિંહ ઝાલાને બાતમી મળેલી દરમિયાન જામનગર -ખંભાળિયા ધોરી માર્ગ પર લાલપુર તાલુકાના ઝાખર ગામના અજીતસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પેટ્રોલ-ડીઝલ ચોરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.


તેવી બાતમીના આધારે ગઈકાલે જાખર ગામના પાટીયા નજીક એક પતરાના શેડની બાજુમાં દરોડો પાડ્યો હતો. જે દરોડો  દરમિયાન ઉપરોક્ત સ્થળેથી પેટ્રોલ- ડીઝલ ભરેલા જુદાજુદા બે ટેન્કરોને ઉભા રાખીને તેમાંથી ગેરકાયદે રીતે પેટ્રોલ-ડીઝલની ચોરી કરવાનું કારસ્તાન પકડી પાડ્યું હતું.


 ઉપરોક્ત સ્થળે થી બે નંગ પેટ્રોલ ડીઝલ ભરેલા ટેન્કરો ઉપરાંત તેમાંથી ચોરી કરીને પેટ્રોલ- ડીઝલ ભરવામાં આવેલા આઠ નંગ કેરબા  તથા તેને લગતી જુદી જુદી સામગ્રી સહિત રૂપિયાના ૬૯થ૦૬,૪૩૨ની માલમતા કબજે કરી લીધી છે. આદરોડા સમયે લાલપુર તાલુકાના મિઠોઈ ગામના અજયસિંહ રાજેન્દ્રસિંહ ભાટી તેમજ રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેતો કેતન ચંદુભાઈ ચાવડા નામના બે શખ્સો મળી આવ્યા હોવાથી તે બંનેની એસ.ઓ.જી.ની ટિમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ઝાખર ગામનો અજીતસિંહ જાડેજા ભાગી છૂટ્યો હોવાથી પોલીસ દ્વારા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application