જામનગર સહિત ત્રણ સ્થળેથી કારની ચોરી કરનાર બેલડી ઝડપાઇ
લોહચુંબક અને એપની મદદથી કારને અનલોક કરી ચોરીને અંજામ આપતા
જામનગર, ધ્રાંગધ્રા અને ઉંઝામાંથી ૩ કારની ચોરી કરનાર બે શખ્સને રાજકોટ ક્રાઇમ બ્રાંચે પકડી લીધા છે.
લોહચુંબક અને એપની મદદથી કારને અનલોક કરી તેની ચોરી કરતા રાજસ્થાનના બે આરોપીઓ મુકેશ મોહનલાલ મેઘવાલ (ઉ.વ.૩૧) અને સલામ ઉર્ફે છોટીયો યુસુફ ખાં (ઉ.વ.૩૬) ને રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ ૩ ચોરાઉ કાર કબ્જે કરી છે.
આ બંને આરોપીઓ ટેકનોલોજીનો ઉપયોગ કરી કારને અનલોક કરતા હતા, સૌથી પહેલા કારના કાચ તોડી અંદર પ્રવેશીશ સ્ટીયરીંગ નીચે લોહચુંબક રાખી તેઓ લોક તોડી નાખ્યા બાદ વાયરીંગ ડાયરેકટ કરી નાખતા હતા, આ પછી પોતાની પાસેના બ્લુટુથ ડીવાઇસ સાથે મોબાઇલ કનેકટ કરી એક ખાસ એપની મદક્ષદથી કોઇપણ ચાવી વડે કારનો લોક ખોલી તેને લઇ ભાગી જતા હતા.
આ રીતે બંને આરોપીઓએ જામનગર અને ધ્રાંગ્રધ્રામાં સ્વિફટ અને ઉંઝામાંથી અર્ટિગા કારની ચોરી કરી હતી, રૂ. ૧૨.૭૦ લાખની કિંમતની આ ત્રણેય કાર ઉપરાંત ૧ કિલો વજનનું લોહચુંબક, બ્લુટુથ ડિવાઇસ અને બે મોબાઇલ ફોન ક્રાઇમ બ્રાંચે કબ્જે કર્યા છે.
ક્રાઇમ બ્રાંચની તપાસમાં જાણવા મળ્યુ હતું કે આરોપી સલામ ઉર્ફે છોટીયો રાજસ્થાનના જોધપુરમાં ૨૦૧૪માં મર્ડરના ગુનામાં પકડાયો હતો ત્યારથી જેલમાં હતો, ગત ફેબ્રુઆરી માસમાં પેરોલ પર છુટા બાદ ફરાર થઇ ગયો હતો, તેણે બીજા આરોપી મુકેશ સાથે મળી ગુજરાતમાંથી ૩ કારની ઉઠાંતરી કરી હતી, કોઇપણ ગુનાહીત પ્રવૃતી માટે કાર વેચી રોકડી કરતા હતા.
આરોપી મુકેશ વિરુઘ્ધ સુરેન્દ્રનગર, વલસાડ અને કચ્છમાં ચોરી સહિતના ચાર ગુના જયારે આરોપી સલામ વિરુઘ્ધ ખુનનો એક ગુનો નોંધાયો છે, બંને આરોપીઓએ કરેલી કાર ચોરી અંગે ધ્રાંગધ્રા, જામનગરના સીટી-બી ડિવિઝન અને ઉંગા પોલીસ મથકમાં ગુના નોંધાય છે, બાતમીના આધારે બંને આારોપીઓને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી છે.