દસાડા પાસે અકસ્માત બાદ કાર સળગી: છના મોત

  • November 21, 2020 11:40 AM 538 views

 

  • પાટણ જિલ્લાના વારાહીના એક જ પરિવારના સભ્યો ચોટીલા દર્શન કરીને પરત જતા હતા ત્યારે ઈકો કાર ડમ્પર સાથે અથડાઈ: ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિમાંશુ દોશી સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામ પાસે વહેલી સવારે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ઇકો કાર ડમ્પર સાથે ધડાકાભેર અથડાયા બાદ સળગી ઉઠી હતી ઇકો કારમાં બેઠેલા છ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે પાટણ જિલ્લાના વારાહી ગામના વતની મૃતકો ચોટીલા દર્શન કરીને પરત પોતાના ગામ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે સુરેન્દ્રનગર ના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિમાંશુ દોશી સહિતના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.


આ અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના માલવણના ખેરવા ગામથી બે કિલોમીટર દૂર સર્જાવા પામ્યો હતો જાણવા મળતી વિગત અનુસાર ઇકો કારમાં છ લોકો ચોટીલા દર્શન કરી પાટણ જિલ્લાના વારાહી તરફ જઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે માલવણ તરફથી સુરેન્દ્રનગર આવતું ડમ્પર સાથે અકસ્માત થયો હતો. વળાંકમાં ઇકો કાર પૂરઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી ડમ્પર સાથે ઇકો કાર અથડાતા ઇકો કારમાં આગ લાગી હતી ત્યારે વહેલી સવારે આ રોડ ઉપર કોઈ અવાર જવર ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી અને ઇકો કાર માં સવાર છ લોકો ઘટના સ્થળે જ ભડથું થઈ ગયા હતા.બનાવ અંગે તાત્કાલિક ઘોરણે માલવણ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી તેમજ સુરેન્દ્રનગર ના ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હિમાંશુ દોશી સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ કરી હતી. કારમાંથી મળેલા મોબાઈલ અને કેટલાક દસ્તાવેજોના આધારે મૃતકોની ઓળખ થઈ હતી અને પોલીસે પાટણના વારાહી ગામે રહેતા મૃતકોના પરિવારજનોને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. એક જ પરિવારના છ સભ્યોના મોતથી પરિવારમાં કલ્પાંત ફેલાઈ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application