અમદાવાદમાં દારૂના નશામાં ધૂત ચાલકે ક્રેટા કારને હવામાં ઉડાડી, એક્ટિવાને ટક્કર મારતા બે યુવકના મોત

  • December 02, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે દારૂના નશામાં ધૂત ચાલકે ક્રેટા કારને ફિલ્મી સ્ટાઈલમાં હવામાં ઉડાડી હતી. આ કારે એક્ટિવાને જોરદાર રીતે ટક્કર મારી હતી. જેમાં જુવાનજોધ બે યુવાનના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.



પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ

આ ઘટનાની વિગત એવી છે કે, કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળી હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.


​​​​​​​

ડ્રાઇવર ગોપાલ પટેલને લોકોએ ઢીબી નાખ્યો

દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એક્ટિવ ઉપર બે યુવક અમિત રાઠોડ (ઉં.વ.26) અને વિશાલ રાઠોડ (ઉં.વ. 27) જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી ગઈ હતી. જેણે એક્ટિવાને ટક્કર મારી હતી. ક્રેટા કારની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા હતા. જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. આસપાસના લોકોએ ક્રેટા ગાડીના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢીને માર માર્યો હતો. ત્યારબાદ ગોપાલને પોલીસને સોંપી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News