BREAKING NEWS

31 માર્ચની હાપા–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જશે

  • March 28, 2026 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

31 માર્ચની હાપા–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જશે
 

​ઉત્તર રેલવેના જમ્મુ તવી ડિવિઝનના જમ્મુ તવી–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સેક્શનમાં ચાલી રહેલા વિદ્યુતિકરણ કાર્ય અને ટ્રાફિક બ્લોકને કારણે, તારીખ 31 માર્ચ, 2026 ના રોજ હાપાથી ઉપડનારી ટ્રેન સંખ્યા 12475, હાપા–શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ તેના નિર્ધારિત ગંતવ્ય સ્થાન સુધી ન જતા માત્ર શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન સુધી જ દોડાવવામાં આવશે.

​પરિણામે, આ ટ્રેન શહીદ કેપ્ટન તુષાર મહાજન સ્ટેશન અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન વચ્ચે (આશરે 25 કિલોમીટર) આંશિક રીતે રદ રહેશે. આ સમયગાળા દરમિયાન ટ્રેનનું શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્ટેશન પર સ્ટોપેજ રહેશે નહીં.

​રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેની નવીનતમ માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે, જેથી કોઈપણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application