રાજકોટ એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડિંગની કેપેસિટી વધારાશે: આજે એન્જિનિયર્સ સાથે મિટિંગ

  • February 22, 2021 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ એરપોર્ટમાં મુસાફરોની સંખ્યા વધતા ટર્મિનલ બિલ્ડિંગને મોટું બનાવવા ઓથોરિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે આજે ઓથોરિટીની એન્જિનિયર્સ સાથે મિટિંગ મળવાની છે. અમદાવાદ, સુરત, વડોદરા પછી ગુજરાતનું ચોથુ મોટું અને સતત પેસેન્જર્સથી ધમધમતું એરપોર્ટ રાજકોટનું છે. સૌરાષ્ટ્રનો મોટા ભાગનો એર ટ્રાફિક રાજકોટ ડાયવર્ટ થાય છે ત્યારે હાલમાં 120 લોકો બેસી શકે તેવી ક્ષમતા ટર્મિનલ ધરાવે છે. આથી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટર્મિનલની ક્ષમતા વધારવા માટે વિચારણા ચાલી રહી હતી. આ અંગે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહએ જણાવ્યું હતું કે, આજે એન્જિનિયર્સ સાથેની મિટિંગ પછી આ કામગીરી શ કરવાની મંજૂરી આપવામાં આવશે. એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટની ચારથી વધુ ફલાઇટ ઉડાન ભરે છે. ટૂંક સમયમાં હૈદરાબાદ અને બેંગલોર માટેની ફલાઇટ પણ શ થવા જઇ રહી છે. આ ઉપરાંત ગોવા અને ઉદયપુરની ફલાઇટ શ કરવાની વિચારણા પાઇપલાઇનમાં છે ત્યારે હવે એરપોર્ટમાં ટર્મિનલ બિલ્ડિંગમાં પેસેન્જરની સંખ્યા વધી જતાં આ બિલ્ડિંગનું વિસ્તરણ કરવાની આવશ્યકતા ઉભી થઇ છે.

 


રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર થતા હજુ થોડો સમય લાગશે. એર કનેક્ટિવીટી વધતા તાજેતરમાં એરપોર્ટ રનવે 100 મીટર સુધી લંબાયો છે. રાજકોટથી મેટ્રોસિટીની ફલાઇટ પણ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે હવે આ ટર્મિનલ બિલ્ડિંગમાં હજુ વધુને વધુ પેસેન્જર્સને સમાવી શકાય તેવી વિચારણા ઓથોરિટી દ્વારા છે.

 

 

ગોવા અને ઉદયપુરની ફલાઇટ શ કરવાની યોજના પાઇપલાઇનમાં
એરપોર્ટ ડિરેકટરે જણાવ્યું હતું કે, મુંબઇ, દિલ્હીની ફલાઇટ તેના શેડયુઅલ મુજબ રેગ્યુલર ઉડાન ભરે છે. તા.24મીથી બેંગલોર માટેની અને 1લી માર્ચથી હૈદરાબાદની ફલાઇટ શ થવા જઇ રહી છે. આ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ગોવા અને ઉદયપુર માટે કનેકશન મળે તેવી માગણી ઉઠતા એરલાઇન્સ કંપ્નીઓ સાથે આ બન્ને ટ પર ફલાઇટ શ થાય તેવી વિચારણા ચાલી રહી હતી જેમાં એરલાઇન્સ કંપ્નીઓ પણ આ ટ માટે રસ દાખવ્યો છે. હવે સ્લોટ અને શેડયુઅલ અંગેની પ્રક્રિયા ચાલી રહી છે.


50થી 60 પેસેન્જર્સને સમાવી શકાય તેવો પ્લાન મુકાશે
હાલ રાજકોટ એરપોર્ટ પર એકજ ટર્મિનલ છે આ ટર્મિનલની ક્ષમતા પ્રસ્થાન અને આગમન માટે 120થી 125 પેસેન્જર્સ માટેની છે. ગ્રાઉન્ડ લેવડ પર બોર્ડિંગ ગેઇટ છે. જો આજની મિટિંગમાં નિર્ણય લેવાઇ જશે તો ટર્મિનલ બિલ્ડિંગની ક્ષમતા વધારીને 50થી 60 પેસેન્જર્સને સમાવી શકાય તેવો પ્લાન મુકાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS