માત્ર રેવન્યુ રેકર્ડની એન્ટ્રી રદ કરવા દાવો થઇ શકે નહીં: પોરબંદરની સીવીલ કોર્ટનો મહત્વનો ચુકાદો

  • July 31, 2020 02:44 PM 705 views

માત્ર રેવન્યુ રેકર્ડની એન્ટ્રી રદ કરવા દાવો થઇ શકે નહીં તેવો મહત્વનો ચુકાદો પોરબંદરની સીવીલ કોર્ટે આપ્યો છે.
પોરબંદરની કોર્ટમાં અરશીજી અરજનજી ઓડેદરા વ્ગિેરે દ્રારા એવા મતલબનો દાવો કરેલ હતો કે, માલદેજી અરજનજીનું અવસાન થતાં અને પરબતજી અરજનજી જુલાઇ–ર૦૦૬ માં વિદેશ ચાલ્યા ગયેલા હોય અને ત્યારબાદ રેવન્યુ રેકર્ડમાં શીંગડા ગામની રેવન્યુ સર્વે ન.ં ૩૧૪૧ તથા અન્ય અલગ અલગ સર્વે નંબરોની જમીનો સંબંધે રેવન્યુ રેકર્ડમાં જે એન્ટ્રીઓ પડેલ છે તે એન્ટ્રીઓ રદ કરવા માટે દાવો કરેલ હતો તે દાવામાં પ્રત્વિાદી કાનાજી માલદેજી ઓડેદરા તથા અશોકજી અરજનજી ઓડેદરા વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી રોકાયેલા હતા અને રેકર્ડ ઉપરનો પુરાવો લેતા વાદીઓ દ્રારા આજ બાબતે જીલ્લા કલેકટરમાં આર.આર.ટી. અપીલ થી એન્ટ્રી રદ કરવા અપીલ દાખલ કરેલી હોય અને ત્યારબાદ મહેસુલ સચિવ સમક્ષ પણ અપીલ દાખલ કરેલી હોય અને તે રીતે તમામ હકીકતો છુપાવીને રેવન્યુ જયુરીડીકશન મુજબ કાર્યવાહી કરવાને બદલે હાલનો દાવો કરેલ હોવાનું રેકર્ડ ઉપરની જુબાનીઓ ઉપરથી પસ્થાપિત થતા અને રેવન્યુ રેકર્ડની જે નોંધ રદ કરવાનો દાવો કરેલ છે તે તા. ૨૭૧૧૧૯૮૨ ના રોજ દાખલ થયેલ છે અને તા. ૪૪૧૯૮૩ ના રોજ પ્રમાણીત થયેલ છે અને વાદીઓએ પોતાનો હકક હીસ્સો કાયમને માટે જતો કરી વિદેશ વસવાટ કરી રહેલા હોય અને ર૬ વર્ષ પહેલા નોંધ દાખલ થયેલી હોય તે નોંધ આટલા લાંબા સમય પછી રદ કરી શકાય નહીં. એટલું જ નહીં તે નોંધ પછી રેવન્ુ રેકર્ડમાં બીજી અનેક નોંધો પડી ગયેલી હોય, અનેક વ્યવહારો થઇ ગયેલા હોય અને તે રીતે ર૬ વર્ષ પહેલાની એક એન્ટ્રી રદ કરવામાં આવે તો તે પછીની એન્ટ્રીઓ પણ ઓટોમેટીક રદ થઇ જાય અને જો તેમ થાય તો મોટી કાનુની ગુંચ ઉભી થાય અને ખોટી સહી હોવા સબંધે કોઇ હેન્ડરાઇટીંગ એકસપોર્ટનો કોઇ અભિપ્રાય મેળવેલ ન હોય તે તમામ બાબતો રેકર્ડ ઉપર વાદીઓ પુરવાર કરી શકેલ ન હોય અને પડેલી એન્ટ્રી ર૬ વર્ષ પહેલાની હોય અને વાદીઓ તે વખતે ભારતમાં હોય અને ત્યારબાદ ઘણા લાંબા સમય પછી વિદેશ ગયેલા હોય અને મહેસુલ સચિવ દ્રારા પણ જયારે વાદીની માંગણી નામંજુર કરેલી હોય ત્યારે તે હત્પકમો રદ ન થાય ત્યાં સુધી સીવીલ કોર્ટ એન્ટ્રીઓ રદ કરવાનું ઠરાવી શકે નહીં અને તે રીતે લાંબા સમય પછી વાદીએ હાલનો દાવો કરેલ હોવાનું જણાવી અને કોર્ટમાં તે સબંધે કોઇ વ્યાજબી અને નકર પુરાવા રજુ કરી શકેલ ન હોય અને તેથી કોર્ટ દ્રારા વાદીનો દાવો રદ કરેલ છે. અને તે રીતે લાંબા સમય પહેલા રેવન્યુ રેકર્ડમાં પડેલી એન્ટ્રી સબંધે કોર્ટમાં દાવો થઇ શકે નહીં તે આ જજમેન્ટ ઉપરથી પ્રસ્થાપીત થયેલ છે.


આ કામમાં પ્રતિવાદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી,  જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવઘણ જાડેજા રોકાયેલા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application