પાંચ પ્રકારના કેન્સરને અઠવાડિયાની અંદર મટાડે છે આ સારવાર પધ્ધતિ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

તાજેતરમાં થયેલા સંશોધનમાં સામે આવ્યું છે કે પાંચ પ્રકારના કેન્સર ની સારવાર માત્ર અઠવાડિયાની અંદરના સમયમાં કરી શકાય છે ઘણા અભ્યાસ અને પરીક્ષણ બાદ સામે આવ્યું છે કે રેડિયોથેરાપી ઠુંમરને નષ્ટ કરવામાં ઘણી કારગત સાબિત થઇ રહી છે. આ ઉપચારમાં પાંચ દિવસ કે તેનાથી પણ ઓછા સમય લાગે છે બ્રિટિશ ડોકટરો દ્વારા કરવામાં આવેલા નવા સંશોધનનું તારણ એપ્રિલમાં મેડિકલ જર્નલ લાનસેટમાં પ્રકાશિત થયું હતું.

 

કેન્સરની નસોને નાબૂદ કરનારી શક્તિશાળી રેડિયોથેરાપી કરાવનારા લોકોને પ્રારંભમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. મોટાભાગે તેઓ પોતાના કામ અને પારિવારિક જીવન બાજુ પર મૂકી અને 6 સપ્તાહ સુધી હોસ્પિટલના ચક્કર કાપતા રહેતા હતા. પરંતુ હવે નવી આધુનિક પદ્ધતિમાં રેડીયોથેરાપી કરાવવામાં સુવિધા મળશે.

 

છેલ્લા બે દાયકામાં બ્રિટનના ડોકટરોએ એ દેખાડવાનો પ્રયાસ કર્યો છે કે ઓછા સત્રો માં રેડિયો થેરાપીના ડોઝ આપવાથી કેટલાક પ્રકારના કેન્સરમાં સચોટ સારવાર મળી શકે છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ વારે વારે થયેલા પરિક્ષણોમાં એ સાબિત થયું છે કે વધારે માત્રામાં રેડિયોથેરાપી ડોઝઆપવાથી સ્વસ્થ ઉતકને વધારે નુકસાન પહોંચી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવા છતાં પણ ઉપચાર ઘણો સુરક્ષિત છે અને તેની અન્ય કોઈ આડઅસર જોવા મળી નથી.

 

નેશનલ હેલ્થ સર્વિસની એપ મહામારીની વચ્ચે કેન્સરના રોગીઓના ઉપચારને વધારે સરળ બનાવવા માટેની પદ્ધતિઓની શોધ કરી છે, અને કેટલાક રોગીઓ તેને અપનાવી ચૂક્યા છે, જેનું પરિણામ આવ્યું છે કે રેડિયોથેરાપીના ઉપચાર દ્વારા એનએચએસમાં સ્તન, આતરડા પ્રોસ્ટેટ અને ફેફસાના કેન્સરથી પીડિત રોગીઓને ઘણો લાભ મળ્યો છે.

 

રોયલ કોલેજ ઓફ રેડીયોલોજીસ્ટના અધ્યક્ષ એન્ડ ટેકનોલોજિકલ ડૉક્ટર જેનટ દિકસાનએ જણાવ્યું છે કે દર્દીઓ સૌથી સારી સારવાર ઇચ્છે છે, પરંતુ સાથે તેઓએ પણ એ છે કે આ સારવારની લીધે તેઓને રોજિંદી જિંદગીમાં કોઈ પરિવર્તન ન આવે એવામાં આ સારવાર કરવામાં માત્ર પંદર દિવસ લાગે છે ત્યારે આ વિકલ્પ કારગત નીવડી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS