જામનગરના ૭૯ -દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા હાથ ધરાયેલા અભિયાનને મળી મહત્વની સફળતા

  • September 18, 2023 12:15 PM 

જામનગરના ૭૯ -દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા હાથ ધરાયેલા અભિયાનને મળી મહત્વની સફળતા

 પોતાના જન્મદિન નિમિત્તે દત્તક લેવાયેલા ૨૫૧ અતિ કુપોષિત બાળકો પૈકી ૨૩૦ બાળકોને પોષિત બનાવી દેવાયાનો પુરુષાર્થ સાર્થક થયો


ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસે વધુ ૧૩૪ અતિ કુપોષિત બાળકોને ફરી દત્તક લેવાયા

જામનગર તા ૧૮, જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાન ને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા ૨૫૧ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના ૨૩૦ બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી છે. એટલુંજ માત્ર નહીં, તેઓએ ફરીથી ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ ૧૩૪ અતિ કુપોષિત બાળકોને દતક લીધા છે, અને તેઓની સાર સંભાળ ની જવાબદારી સ્વીકારી છે.

 જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેમણે પોતાના જન્મદિવસની ઉજવણી એક માત્ર સેવા પ્રકલ્પોજ હાથ ધરવાના ભાગરૂપે ગત ૧૪.૧.૨૦૨૩ ના રોજ પોતાના જ મતવિસ્તારમાં આવતી જામનગર મહાનગરપાલિકાની આઈસીડીએસ શાખાની આંગણવાડી કેન્દ્રમાંથી કુલ ૨૫૧ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવેલા હતા.

જે તમામ બાળકોને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટ નું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને જાન્યુઆરી માસથી સપ્ટેમ્બર માસ સુધી પ્રત્યેક બાળકોની કે જાતેજ સાર સંભાળ રાખવામાં આવી હતી, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવામાં આખરે સફળતા સાંપડી છે.
​​​​​​​

 તેઓની અથાક જહેમત અને બાળકોના સ્વાસ્થ્ય સુધારા માટેના જરૂરી પગલાઓને લઈને  ૨૫૧ બાળકોમાં ધીમે ધીમે સુધારો આવ્યો છે, અને બાળકોની વારંવાર ની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી અને જરૂરી સાર સંભાળ ના અંતે કુલ ૨૩૦ જેટલા બાળકોને અતિ કૂ પોષિતમાંથી પોષિત બનાવવા માટેની મોટી સફળતા સાંપડી છે.

 હાલમાં ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી ના મતવિસ્તાર ની આંગણવાડીઓમાંથી પ્રાથમિક તપાસ કરતાં નવા ૧૩૪ અતિ કુ પોષીત બાળકો આરોગ્યની ચકાસણી દરમિયાન મળી આવ્યા હતા. જે તમામ બાળકોને ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા દત્તક લઈ લેવામાં આવ્યા છે, તેમજ આ તમામ બાળકોને અતિ કૂપોષિત માંથી સામાન્ય માં ન આવી જાય ત્યાં સુધી દર મહિને પોષણ કીટ નું વિતરણ કરવામાં આવશે, તેવો ફરી સંકલ્પ કરવામાં આવ્યો છે. ઉપરાંત અતિ કુપોષિત બાળકોના વાલીઓ સાથે સતત પરામર્ષ કરી જરૂર પડ્યે સીએમટીસી સેન્ટરમાં રીફર કરવા માટેના પણ તેઓ દ્વારા પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આમ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ની જહેમત રંગ લાવી છે, જેથી બાળકોના વાલીઓમાં પણ આનંદ ફેલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application