કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ મહુવાની મુલાકાતે

  • August 21, 2023 12:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મહુવા ખાતે મંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યો પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ


ભાવનગરના મહુવા ખાતે આજે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના મંત્રી  રાઘવજીભાઈ પટેલ મુલાકાતે અવેલ છે. 


આ મુલાકાત દરમિયાન મંત્રી રાઘવજીભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો સાથો સાથ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. ના ઉધોગકારો સાથે તેમના પ્રશ્નો સંદર્ભે ચર્ચા પણ કરી હતી. 


સંવાદ દરમિયાન મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂત, ખેતી અને ગામડા સાથે ઘણા વર્ષો થી મંત્રી સંકળાયેલ છે ત્યારે આ અનુભવ સાથે તેઓ ખેડૂતના વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે. મહુવા માર્કેટિંગ યાર્ડના કાર્યને બિરદારવતા મંત્રી જણાવે છે કે માર્કેટિંગ યાર્ડના નફાનો ઉપયોગ તેઓ ખેડૂતો ના વિકાસ માટે કરી રહ્યા છે ત્યારે આ કાર્ય ખુબ જ પ્રશંસનીય છે. 


વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખેતી જમીન માટે નુકસાનકારક છે જેને કારણે ગંભીર બીમારી જેમ કે કેન્સર થવાની શક્યતા છે. તેને પગલે આપણા લોકલાડીલા વડાપ્રધાન અને મુખ્યમંત્રી ખેડૂતો ને પ્રક્રુતિક ખેતી કરવાં માટે પ્રોત્સાહન સાથે સબસિડી પણ આપે છે. નેનો યુરીયા(ખાતર) ના ફાયદા વિશે પણ તેમણે આ સંવાદ દરમિયાન ચર્ચા કરી હતી. 


સરકારના ખેડૂત માટે ભગીરથ કાર્યો વિશે જણાવતાં તેમણે કહ્યું કે 'સૌની યોજના' અંતર્ગત ગામડામાં સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. સાથોસાથ વાવાઝોડા, કામોસમી વરસાદ જેવા સંજોગોમાં પણ સરકાર ઉદાર હાથે ખેડૂતોને મદદરૂપ થાય છે. 


આ સંવાદ દરમિયાન પ્રક્રુતિક ખેતી કરી ખેડૂતોએ પોતાનો અનુભવ પણ જાણવ્યો હતો. તેમના પ્રમાણે પ્રક્રુતિક ખેતી જમીન, સમાજ અને માનવ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. પરંપરાગત ખેતી કરતા કમલમ ફળ, અજમા, મધ જેવી અનેક નવીન ખેતી કરી ખેડૂતો સારુ વળતર મેળવી શકે છે. 


આ કાર્યક્રમમાં પાણી, વીજળી, ડુંગળી, ભૂંડનો ત્રાસ, સબસીડી વગેરે પ્રશ્નો ની ચર્ચા પણ કરવામાં આવી.આ કાર્યક્રમમાં મંત્રી સહિત, જિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. મકવાણા, મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત ખેડૂતો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application