મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ પર કેબિનેટની બેઠક આજે, લોકડાઉન અંગે લેવાઈ શકે છે નિર્ણય

  • April 04, 2021 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


દેશમાં કોરોના વાયરસના વધતાં સંક્રમણના કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્ર છે. અહીં  દિવસેને દિવસે વધતા જતા સરકારની ચિંતામાં વધારો કરી રહ્યા છે. ચિંતાની સૌથી મોટી વાત તો એ છે કે દેશમાં દરરોજ નોંધાતા નવા કોરોનાના કેસમાંથી અડધા કેસ માત્ર મહારાષ્ટ્રમાંથી નોંધાય છે. 

 

 

મહારાષ્ટ્રની આ સ્થિતિમાં રાજ્યની ઉદ્ધવ સરકાર પણ ચિંતિત છે. આ વાતને ધ્યાને લઈ રવિવારે મહારાષ્ટ્ર કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી છે. આ બેઠકમાં રાજ્યમાં લોકડાઉન સહિતના તમામ જરૂરી કડક નિયમો નક્કી કરવામાં આવી રહ્યા છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS