ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જાહેર કર્યું ભારત પ્રવાસનું શેડ્યૂલ, જાણો ક્યાં યોજાશે મેચ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ પ્રેમીઓની અટકળો અંત આણ્યો છે, અને ગુરુવારે એ બાબતની પુષ્ટિ કરી છે કે ભારતીય ટીમ સાથે મહત્વના 4 ટેસ્ટ, વન-ડે અને  ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી રમવા માટે આ વર્ષે ઓક્ટોબરમાં ભારતનો પ્રવાસ કરશે.


 ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થયા બાદ ઉનાળાની રજાના છ મહિનામાં ઘરેલુ કાર્યક્રમની જાહેરાત કરી છે, જે 9 ઓગસ્ટ થી ત્રણ મેચોની શ્રેણી માટે ઝિમ્બાબ્વે પ્રવાસ સાથે પ્રારંભ કરશે.


ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાની અધિકૃત વેબસાઇટ પર પોસ્ટ કર્યું છે કે ભારત ટી20 શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે. જેની શરૂઆત 11 ઓક્ટોબરના રોજ બ્રિસબેનથી  કરવામાં આવશે ત્યારબાદ 14 ઓક્ટોબર - કેનબરા,  17 ઓક્ટોબર - એડિલેડમાં મેચ રમાશે. ત્યાર પછી ટી-20 વિશ્વકપ રમાશે અને મહામારી ન કારણે તેના આયોજન થવાની સંભાવના ઓછી છે.


 ગુરુવારે અધિકૃત રીતે કાર્યક્રમની જાહેરાત કરી છે પણ  ટી- ટ્વેન્ટીનો ઉલ્લેખ કર્યો નથી. વિરાટ કોહલીની ટીમ ફરી વખત ચાર ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ત્યાં જશે. જેની શરૂઆત ત્રણ ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં થશે.  એડિલેડમાં 11 થી 15 ડીસેમ્બર સુધી દિવસ-રાત્રી ટેસ્ટ રમશે એવું બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું. ત્રીજો અને ચોથો ટેસ્ટ ક્રમશઃ મેલબર્નમાં 26 થી 30 ડિસેમ્બર અને સિડનીમાં 3 થી 7 જાન્યુઆરીએ રમાડવામાં આવશે.

 


ઉલ્લેખનીય છે કે વર્તમાન પરિસ્થિતિ માં આ ઘણી મહત્વપૂર્ણ છે, જેણે મહામારીના કારણે પોતાના સ્ટાફનું ગુજરાત ચાલે તે માટે સ્ટાફને ઓછો કરવો પડ્યો હતો. પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે સીએ ભારતના આ પ્રવાસથી 30 કરોડ ઓસ્ટ્રેલિયાઈ ડોલરની કમાણી કરશે. અને ત્યારબાદ ત્રણ મેચોની વન-ડે શ્રેણી 12 જાન્યુઆરીએ પર્થમાં શરૂ કરશે. ત્યારબાદ 15 જાન્યુઆરીએ મરલબર્ન અને 17 જાન્યુઆરીએ સિડનીમાં રમાડવામાં આવશે. ભારતીય મહિલા ટીમ પણ વન ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે, જેમાં 22 જાન્યુઆરીએ કેનબરામાં 25 જાન્યુઆરીએ સેન્ટકિલ્ડા,  28 જાન્યુઆરીએ હોબર્ટમાં રમાડવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS