પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ હોમ ટાઉન પહોંચ્યા સી.આર. પાટીલ, મોટી સંખ્યામાં કાર્યકરો આવતાં રેલી કરી રદ્દ

  • July 24, 2020 03:39 PM 1949 views


ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા પછી આજ રોજ પ્રથમ વખત તેમના હોમટાઉન સુરત પહોંચ્યા હતા. ત્યારે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભાજપા સુરત મહાનગર તેમજ સુરતના ભાજપાના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ તેમનું કાર રેલી કાઢી સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું.

 

સોશિયલ ડિસ્ટંસના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો, સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ.
 

પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઈચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application