૨૦૨૧ના અતં સુધીમાં ભારતમાં ૧૪૦ કરોડ અને ગુજરાતમાં ૭ કરોડ લોકો વસતા હશે

  • August 17, 2021 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વસતી વધારાના પ્રોજેકટેડ આંકડા પ્રમાણે સૌથી વધુ ભરચક મેટ્રો શહેર મુંબઇ હશે, ટોપ ટેનમાં અમદાવાદનું સ્થાન છઠ્ઠત્પ અને સુરતનું સ્થાન નવમું હશે

 


ભારતની વસતીના પ્રોજેકટેડ આંકડા પ્રમાણે દેશમાં ૨૦૨૧ના અતં સુધીમાં વસતી વધીને ૧૪૦ કરોડ થવાનું અનુમાન છે. જો વસતીની ગતિ આ પ્રમાણે ચાલુ રહી તો યુએનના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં ભારત વસતી વધારામાં ચીનને પાછળ રાખી શકે છે. વસતી વધારામાં ગુજરાતનો ક્રમ દેશના ટોપટેન રાયોમાં નવમો આવે છે.
ગુજરાતમાં ૨૦૧૧ના સેસન્સ પ્રમાણે કુલ વસતી ૬.૦૪ કરોડ હતી જે ૧૦ વર્ષમાં વધીને સાત કરોડ સુધી પહોંચે તેવું અનુમાન છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા દોઢ વર્ષથી સેન્સસ ઇન્ડિયા દ્રારા વસતી ગણતરીનું કાર્ય અટકી ગયું છે અને હજી નવો કાર્યક્રમ ઘડાયો નથી તેમ છતાં યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇએઆઇ) ના એસ્ટીમેટ પ્રમાણે ૨૦૨૧ના અંતે વસતી વધારાનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે.

 


આ અનુમાન પ્રમાણે રાજ્યોના વસતી ગ્રોથરેટમાં બિહાર ૧૯.૮૯ ટકા સાથે પ્રથમક્રમે છે. બીજાક્રમે ૧૯.૦૫ ટકા સાથે ઉત્તરપ્રદેશ અને ત્રીજાક્રમે ૧૮.૨૧ ટકા સાથે રાજસ્થાન છે. જો કે ગુજરાતનો ગ્રોથરેટ ૫.૬૮ જોવા મળ્યો છે જે સૌથી લોએસ્ટ ગ્રોથરેટના ૧૦ રાયોમાં સૌથી ઓછો છે.

 


રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે સાક્ષરતા દર (લિટરસી રેટ) માં કેરાલા આજેપણ ૯૬.૦૨ ટકા સાથે ટોચક્રમે છે. દિલ્હીમાં લિટરસી રેટ ૮૮.૭ ટકા અને ઉત્તરાખંડમાં ૮૭.૭ ટકા જોવા મળે છે. ગુજરાતમા આ રેટ ૮૨.૪ ટકા છે, યારે દેશની એવરેજ ૭૭.૭ ટકા માલૂમ પડી છે.

 


વસતીના પ્રોજેકટેડ આંકડા પ્રમાણે ૨૦૨૧માં ભારતની વસતી ૧૩૯.૫૦ કરોડ અંદાજવામાં આવી છે. પ્રતિદિન ૬૫૮૮૧ બાળકોના જન્મ થાય છે યારે પ્રતિદિન ૨૭૮૭૩ લોકોના મૃત્યુ થાય છે. દેશમાં એક સેકન્ડે એક બાળકનો જન્મ થાય છે. અનુમાનિત આંકડા પ્રમાણે ભારતની વસતી ૨૦૨૦ના અંતે ૧૩૮.૦૦ કરોડ હતી.

 


દેશના મેટ્રોસિટી પૈકી મુંબઇ એક એવું ભરચક શહેર બનશે કે યાં સૌથી વધુ ૨.૪૪ કરોડની વસતી હશે. બીજાક્રમે ૨.૦૫ કરોડ સાથે દિલ્હી અને ૧.૪૨ કરોડ સાથે બેંગલુનો ક્રમ આવી શકે છે. દેશના ૧૦ મેટ્રો શહેરોમાં વસતીના ક્રમાંકમાં અમદાવાદનો ક્રમ પાંચમો અને સુરતનો ક્રમ આઠમો આવશે.

 


રિપોર્ટમાં દર્શાવ્યા પ્રમાણે ૨૦૨૨માં ભારતની વસતી ૧૪૦.૬૬ કરોડ થવાનું અનુમાન છે જે લોકસભાની ચૂંટણીના વર્ષ એટલે કે ૨૦૨૪માં વધીને ૧૪૩.૨૪ કરોડ થવાની સંભાવના છે. ૨૦૨૧ની પ્રોજેકટેડ વસતીમાં ભારતના પ્રમુખ રાયોમાં ૨૩ કરોડ સાથે ઉત્તરપ્રદેશ ટોચક્રમે આવે છે. બીજાક્રમે ૧૨.૪૪ કરોડ સાથે મહારાષ્ટ્ર્રનો કમ છે. આ બન્ને રાયો પછી ત્રીજાક્રમે ૧૨.૩૦ કરોડ સાથે બિહાર, ૯.૮ કરોડ સાથે પશ્ચિમબંગાળ, ૮.૪૫ કરોડ સાથે મધ્યપ્રદેશ, ૭.૬૫ કરોડ સાથે તામિલનાડુ, ૮ કરોડ સાથે રાજસ્થાન, ૬.૭૦ કરોડ સાથે કર્ણાટક, ૭ કરોડ સાથે ગુજરાત અને ૫.૨૭ કરોડ સાથે આંધ્રપ્રદેશ આવે છે. વસતી વધારામાં ગુજરાતનું સ્થાન દેશના ટોપટેન રાયોમાં નવમું બનશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021