બંગાળ સહિત પાંચ રાજ્યોમાં રાજ્ય સભાની 6 બેઠકોની પેટા ચૂંટણી જાહેર,4થી ઓક્ટોબરે મતદાન

  • September 09, 2021 04:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીપંચ દ્વારા આજે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો માટે પેટા ચૂંટણી નું એલાન કરવામાં આવ્યું હતું અને તેના માટે ચોથી ઓક્ટોબરના રોજ મતદાન થશે.

 

તમિલનાડુ ની ૨ બેઠકો તેમજ પશ્ચિમ બંગાળ આસામ મહારાષ્ટ્ર પુડુચેરી અને મધ્યપ્રદેશની એક એક બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આ માટે ૧૫ મી સપ્ટેમ્બરના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

 

ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ૨૨મી સપ્ટેમ્બર ના રોજ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખે આવશે અને 27મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે અને ચોથી ઓક્ટોબરના રોજ મતદાન થશે અને તે દિવસે જ પરિણામ જાહેર થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021