આ ખેલાડીએ ગોલ્ફ રમીને એક દિવસમાં ચેરિટી માટે એક દિવસમાં 152 કરોડ એકત્ર કર્યા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરોનાવાયરસ સામેની લડાઇ લડવા માટે એક ચેરિટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના ટાઈગર વુડસ અને પેટન મેનિંગની જોડી પણ જોડાઈ હતી. તેઓએ ફિલ મિકેલ્સન અને બ્રેડીની  જોડીને હરાવીને 20 મિલિયન ડોલર એટલે કે 152 કરોડ રૂપિયા ચેરિટી ટુર્નામેન્ટમાં જીત્યા હતા. આ રકમ વુડસ અને મેંનિંગ એ કોરોના રિલિફ ફંડમાં આપવાની જાહેરાત કરી છે.

 

કોરોનાને કારણે વિશ્વભરનાં તમામ  ટુર્નામેન્ટ બે મહિનાથી શરૂ થઈ ચૂકી છે ત્યારે તેની ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનને રદ કરી દેવામાં આવી છે. ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ અનિશ્ચિતતાને લીધે એક વર્ષ માટે પાછી ઠેલાઈ ચૂકી છે.


આ સંજોગોમાં ચેરિટી ટુર્નામેન્ટમાં નેશનલ ગોલ્ફર ખેલાડી એ 'શોટ ઓફ ધ ડે'માર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ગોલ્ફર વુડસ અને મેનિંગ એક શોટના અંતરથી જીત્યા હતા.


અમેરિકામાં પીજીએ ટુર 11 જૂનથી શરૂ થવા જઈ શકે છે. જ્યારે વુડસે આખરી ટુર્નામેન્ટ ફેબ્રુઆરીમાં રમી હતી ત્યારબાદ તેઓએ પીઠમાં ઈજાના કારણે ઘણી બધી ટુર્નામેન્ટમાંથી નામ પરત ખેંચી લીધુ હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS