ભારતીય રેલ્વે માર્ચના અંત સુધીમાં લગભગ 75 ટકા મેલ એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થશે. આ તમામ સ્પેશિયલ શ્રેણીની ટ્રેન હશે. આથી રેલવેની આવકમાં થયેલી નુકસાની ઓછી થશે અને મુસાફરો માટે સુવિધા વધશે. કોરોના પ્રોટોકોલ હેઠળ હાલમાં રેલ્વે 1100થી વધું મેલ એક્સપ્રેસ ટ્રેન દોડાવી રહી છે.
ટ્રેનમાં ઈ-કેટરિંગ સેવા પણ ફરીથી શરુ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે. કેટલાક પસંદ કરાયેલા સ્ટેશનો ઉપર વર્તમાન સમયમાં ભોજન આપવામાં આવશે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ટ્રેનમાં હાલ સુધી ભોજન સહિત અનેક વસ્તુઓ લઈ જવા ઉપર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી રેલ્વેના પૈડા પણ થંભી ગયા હતા. આ દરમિયાન રેલ્વેતંત્રને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે આ નુકસાનને ભરપાઈ કરવા અને મુસાફરોને વધું સારી ટ્રેનની સુવિધા આપવા તંત્ર અવનવી યોજના અને ઓફરો ઉપલબ્ધ કરાવે છે. સાથે સાથે ઈન્ડીયન રેલ્વે દ્વારા તેની વેબસાઈટ પણ અપડેટ કરવામાં આવી છે અને હવે વધું લોકો એક જ સમયે વેબાસાઇટ ઉપર ટિકિટ બુક કરાવે કે અન્ય કોઈ ઇન્ક્વાયરી કરે તો પણ વેબસાઈટ હેક થાય નહી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.