સચિવાલયમાં બજેટ કામગીરીનો ધમધમાટ રોજ 3-4 વિભાગો સાથે નાણામંત્રીની સમિક્ષા

  • December 12, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહે મળશે તેવા સંકેત રાજ્યના નાણા મંત્રાલયમાંથી મળી રહ્યા છે. તા.31 ડીસેમ્બર 2023 સુધીમાં તમામ વિભાગના બજેટની કામગીરીની મંત્રી સાથેની સમીક્ષા બેઠકો પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ બજેટની કામગીરી આગળ વધશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તમામ વિભાગના અધિકારીઓની મહત્વની બજેટ લક્ષી બેઠકો દૈનિક ધોરણે ચાલી રહી છે.રોજના ત્રણ થી ચાર વિભાગની સમીક્ષા કરવામા આવી રહી છે.

નાણા વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સામાન્ય રીતે એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી આવવાની હોવાથી બજેટ ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં રજૂ થતું હોય છે પરંતુ આ વખતે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ બજેટ રજૂ કરી દેવામાં આવશે.હજુ કેબિનેટની બેઠકમાં બજેટ સત્રની તારીખ નક્કી થઈ નથી પરંતુ આગામી વર્ષના બજેટના કદમાં 50,000 કરોડ જેટલું વધારો થવાની સંભાવના છે.
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈ પણ નવા વેરા માં વધારો કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વીજ શુલ્ક કે સ્ટેમ્પ ડ્યુટીના કરમા આંશિક રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં સામાન્ય રીતે બજેટ સત્રનો પ્રારંભ 18થી 24 ફેબ્રુઆરી દરમિયાન થતો હોય છે પરંતુ આ વખતે વહેલું સત્ર બોલાવવામાં ની દિશામાં સરકારે કામગીરી શ કરી દીધી છે.
નાણાકીય વર્ષ 2023- 24ના વર્ષનું બજેટનું કદ 3.01 લાખ કરોડ રાખ્યું હતું. જેમાં 15થી 20%નો વધારો થાય તેવી શક્યતા જોવાય રહી છે રાજ્યમાં આગામી તા.10થી 14 દરમિયાન વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે સરકાર વિવિધ વિભાગને ટાર્ગેટ આપવામાં આવ્યા છે.

આવા સંજોગો વચ્ચે નાણા વિભાગના અધિકારીઓ બજેટની તૈયારીમાં વ્યસ્ત થયા છે.
કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાતની થયા પછી સમગ્ર દેશમાં આચારસંહિતા લાગુ થશે જેના કારણે રાજ્ય સરકાર કોઈ નવી જાહેરાત કરી શકતી નથી આ વખતે ચૂંટણીની જાહેરાત માર્ચ 2024 માં ગમે તે સમયે થઈ જાય તેવી સંભાવના છે. આથી બજેટ સત્ર 15થી 17 દિવસ વહેલું બોલાવવામાં આવી રહ્યું છે અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહિક બજેટ રજૂ કરી દેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application