ઉદ્યોગોની ગાડી દોડી ત્યાં ફરી રાત્રી કરફ્યુના લીધે બ્રેક

  • November 21, 2020 03:53 PM 287 views

રાજકોટના ઉદ્યોગોની ગાડી દોડતી થઇ છે ત્યાં ફરી કરફયુંના લીધે બ્રેક લાગશે, રાત્રિના નવ વાગ્યાથી શહેરમાં કરફ્યુ લાગી જવાનું છે ત્યારે રાજકોટ નજીક આવેલી ઇન્ડસ્ટ્રીઝ ને હેરાનગતિ ઊભી થવાની શક્યતા છે કારણકે શાપર વેરાવળ ,આજી જીઆઇડીસી, મેટોડા ખીરસરા સહિત ઔદ્યોગિક ઝોનમાં 24 કલાક ધમધમતા ઉદ્યોગો માટે હાલાકી ઉભી થઇ છે. આ તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં રાત દિવસ અને અલગ-અલગ શિફ્ટ મુજબ કામ ચાલતું હોવાથી કામદારો અને સ્ટાફને લઈને અપડાઉન કરતી કંપ્ની બસની શહેરમાં એન્ટ્રી કરવા માટે મુશ્કેલીઓ પડશે આથી રાજકોટ ના ઉદ્યોગકારો એક સપ્તાહ સુધી તંત્રના નિર્ણયમાં સહયોગ આપ્યા બાદ જો કર્ફ્યુ લંબાશે તો આ મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માટે રજૂઆત કરવાના છે.

 

શહેરમાં આવેલી અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 70 ટકા ફેક્ટરીઓ એવી છે કે જે 24 કલાક ધમધમતી હોય છે. થોડી ઈન્ડસ્ટ્રીઝમાં કામદારો ફેક્ટરીમાં રહેતા હોય છે પણ મોટાભાગના કર્મચારીઓ રાજકોટ થી અપડાઉન કરતા હોય છે. કરફયું ની અમલવારી શરૂ થતા આજથી જ કંપ્નીઓ હવે આ ટાઇમ મેનેજમેન્ટ ગોઠવવામાં લાગી ગઈ છે જે ઔદ્યોગિક ઝોનમાંથી રાજકોટ આવતા કર્મચારીઓને હવે ફેક્ટરીમાંથી એકથી બે કલાક પહેલા જોડવા પડશે જેથી કરીને તેઓ નવ વાગ્યા પહેલા તેમના ઘરે પહોંચી શકે. અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો જણાવે છે કે, હાલના સંજોગોમાં આ નિર્ણયમાં અમે પણ સહકાર આપીશું પરંતુ જો આ પ્રકારનો નિર્ણય વધું લાંબો સમય ચાલે તો તંત્ર એ અમને આઇડેન્ટી કાર્ડ ની વ્યવસ્થા કરી આપવી જેથી કરીને ઉદ્યોગોનું કામ ચાલુ રહે.


શાપર વેરાવળ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારી ના લીધે દરેક ઇન્ડસ્ટ્રીઝને ઘણું નુકસાન થયું હતું. હજુ સુધી આ નુકસાનને સરભર થઇ નથી પરંતુ અનલોક માં ઉદ્યોગોની ગાડી દોડતી થઇ છે ત્યાં ફરી એવી પરિસ્થિતિનું નિમર્ણિ થયું છે કે, ધમધમતા કામમાં બ્રેક લાગી જશે. વતનથી શ્રમિકો પણ હવે પાછા ફરી રહ્યા છે અને એક તરફ કામ ના ઓર્ડર પણ વધ્યા છે ત્યારે મોટાભાગની ઇન્ડસ્ટ્રી અલગ-અલગ શિફ્ટ મુજબ કામ ચાલુ કર્યું છે તો ઘણા ઉદ્યોગો 24 કલાક કામ કરી રહ્યા છે. આજથી કર્ફ્યુ ના કારણે ઉદ્યોગકારોને સાંજે પાંચ વાગ્યાથી નહીં છ વાગ્યા સુધીમાં કામ આટોપી લેવું પડશે કારણ કે ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય કામદારો કારીગરો અને અન્ય સ્ટાફ ને શહેરમાં આઠ સુધીમાં પહોંચીને તેમને ઘરે પહોંચાડવા પડશે.


આ અંગે આજી જીઆઇડીસીના ભૂતપૂર્વ પ્રમુખ જીવનભાઈ પટેલે જણાવ્યું હતું કે, દિવાળી પહેલાં રાજકોટના ઉદ્યોગો નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને દિવાળી પછી કામદારો પણ તેમના વતનથી પરત આવી રહ્યા હોય હવે રાત્રે આ કરફયું ને લીધે કામકાજના મયર્દિા આવી જશે. આજે વિસ્તારમાં 25 ટકા ઉદ્યોગો દિવસ અને રાત ની શિફ્ટ માં કામ કરે છે અલગ અલગ-અલગ ફેક્ટરીઓમાં તેમના કામ મુજબ પાણી બંધ થતી હોય છે ઘણા ઉદ્યોગો 12 કલાક તો ઘણા આઠ કલાક ધમધમતા હોય છે હવે આ તમામ ફેકટરીઓ એ સમયમાં બદલાવ લાવવો પડશે.


આજી જીઆઇડીસી ના પ્રમુખ નરેશભાઈ શેઠના અભિપ્રાય અનુસાર શહેરમાં કોરોના ની વખતે પરિસ્થિતિમાં કર્ફ્યુનો નિર્ણય યોગ્ય છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ અને આ માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે આપવી જોઈએ જેથી કરીને અમારા ઉદ્યોગોનું કામ પણ ચાલુ રહે.


તો મેટોડા જીઆઇડીસીના જમન ભાઈ ભાલાળા આ મુદ્દે જણાવે છે કે ઘણા ઉદ્યોગો તેમનું મટીરીયલ રાત દરમ્યાન સપ્લાય કરતા હોય છે હવે આ સપ્લાયની કામગીરી અટકી જશે અને મટીરીયલ ભરેલા ટ્રકો દરેક ઉદ્યોગોએ ફેક્ટરી ઓ માં રાખવા પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application