ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનેશનના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા: દેકારો

  • March 01, 2021 05:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં મહાપાલિકા દ્વારા આજથી કોરોના સામેની રસીના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં સિનિયર સિટીઝન્સને તેમજ 45થી 60 વર્ષની વય સુધીના કો-મોર્બિડીટી ધરાવતા નાગરિકોને મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો તેમજ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આશ્ર્ચર્યજનક રીતે મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રોમાં કામગીરી વ્યવસ્થિત રીતે થઈ હતી અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં વેક્સિનેશનના રજિસ્ટ્રેશનમાં ધાંધિયા થતાં દેકારો બોલી ગયો હતો.
વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આજથી કોવિન-2 લોન્ચ થયું હોય મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પ્રથમ બે તબક્કામાં રસીકરણનો અનુભવ ધરાવતો હતો આથી ત્યાં આગળ સુવ્યવસ્થિ રીતે કામગીરી થઈ હતી પરંતુ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ માટે ગયેલા નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડયો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.

 


ખાસ કરીને ગોકુલ હોસ્પિટલ સહિતની અમુક અન્ય ખાનગી હોસ્પિટલોમાં રજિસ્ટ્રેશન માટે લોગ ઈન પણ થતું ન હતું અને સિનિયર સિટીઝન્સને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવું પડયું હતું અમુક સ્થળોએ તો લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોગ ઈન થયું ન હોય સિનિયર સિટીઝન્સને ધરમધક્કા થયા હતા અને ઘરે પરત ફરવું પડયું હતું તેવી ફરિયાદો મહાપાલિકા તંત્ર સુધી પહોંચી હતી.

 


દરમિયાન આરોગ્ય શાખાના અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે, કોરોના સામેની રસી આપવાના કાર્યક્રમની તાલિમ લીધા બાદ બે તબક્કા પૂર્ણ કયર્િ હોય મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ વિશેષ તાલિમ સંપન્નતા ધરાવતો હતો અને કામગીરી માટે પુરી રીતે સજ્જ હતો જયારે ખાનગી હોસ્પિટલોનો સ્ટાફ રજિસ્ટ્રેશનની કામગીરી માટે પુરતી તાલિમ ધરાવતો ન હોય તેવું આજે સામે આવ્યું હતું. તદઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ માટે ા.250નું પેમેન્ટ પણ વસુલવાનું થતું હોય તેમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ મનપાના આરોગ્ય કેન્દ્રની સરખામણીએ થોડી લાંબી હોય તેવું હોવાના કારણે પણ આવું બન્યું હોઈ શકે છે. શહેરની જે ખાનગી હોસ્પિટલોમાં સિનિયર સિટિઝન્સને રજીસ્ટ્રેશનમાં હાલાકી થઇ હોય તે હોસ્પિટલોના સ્ટાફને મહાપાલિકા તંત્ર દ્વારા તાલીમ આપવામાં આવે અથવા તો તે હોસ્પિટલોમાં મહાપાલિકાના તાલીમબધ્ધ કર્મચારીને રજીસ્ટ્રેશન માટે મુકવામાં આવે તેવી પ્રબળ લોકમાગણી ઉઠવા પામી છે. આરોગ્ય શાખાના અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી નહીં લે તો ઉચ્ચકક્ષાએ ફરિયાદ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS