ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યૂના પગલે ભાવનગર એસ.ટી દ્વારા 6 બસ કેન્સલ

  • March 18, 2021 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકીય રેલીએ કોરોના વ્હોર્યો હવે પ્રજાએ ભોગવવાનું.?

અન્ય ચાર રૂટની બસના સમયમાં ફેરફાર કરાયો: ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણા ડેપોની 6 બસ રાજકોટ અને વડોદરાથી બાયપાસ દોડાવવા નિર્ણય

 


રાજ્યમાં કોરોનાની મહામારીએ ફરી વેગ પકડ્યો છે ભલે તેના માટે પ્રજા જવાબદાર ન હોય પરંતુ હવે પ્રજાની સુવિધાઓ પર કાપ ચોક્કસ મુકાશે. કોરોનાના વધતા કેસના કારણે ચાર મહાનગરોમાં ફરી રાત્રિ કરફ્યૂની અમલવારી શરૂ થઈ જતાં તેની અસર એસ.ટી.ની બસોના સંચાલનમાં સીધી પડી છે. ચાર શહેરમાં રાત્રિ કરફ્યૂ મુકાઈ જતાં ભાવનગર એસ.ટી. વિભાગની 6 બસ કેન્સલ કરવી પડી છે. જ્યારે ચાર બસના સમયમાં તાત્કાલિક અસરથી ફેરફાર કરી દેવાયો હતો.

 


અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના ચાર મહાનગરોમાં કોરોનાના ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે. જેના કારણે કોર કમિટીએ આ ચારેય શહેરોમાં રાત્રિના 10 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂ લાદવા માટે નિર્ણય કર્યો છે. ચાર મહાનગરમાં રાત્રિ કરફ્યૂને કારણે વાહનોની અવર-જવર પર બ્રેક લાગી જતાં એસ.ટી. નિગમે પણ રાત્રિ કરફ્યૂવાળા શહેરો અને આ શહેરોને જોડતા અન્ય રૂટોને કેન્સલ, સમયમાં ફેરફાર અને બાયપાસ રોડથી બસ ચલાવવા જેવા નિર્ણય કયર્િ છે. જેમાં ભાવનગર વિભાગે પણ કૃષ્ણનગર, મણીનગર, સુરત, અમદાવાદ, માંડવી, જામનગર, દ્વારકા, ધુમકા વગેરે રૂટની ટ્રીપમાં ફેરફાર કરી અમલવારી શરૂ કરી દીધી છે.

 


ચાર બસમાં અડધી કલાકથી સવા ત્રણ કલાકનો સમય બદલવામાં આવ્યો છે. જેમાં ગારિયાધાર ડેપોની ગારિયાધાર-કૃષ્ણનગર બસ જે નિયમીત પણે સાંજે ચાર કલાકે ઉપડતી હતી. તેનો સમયમાં ફેરફાર કરી બપોરે 2-30 કલાકનો કરાયો છે. તેવી જ રીતે પાલિતાણા ડેપોની પાલિતાણા તળેટી-મણીનગર બસ સાંજે 4-45 કલાકના બદલે 4-15 કલાકે ઉપડશે. મહુવા ડેપોની સુરત-મહુવા બસ સવારે 5-30 કલાકના બદલે સવારે 7 કલાકે તેમજ તળાજા ડેપોમાંથી ઉપડતી તળાજા-સુરત બસ સાંજે 5-45 કલાકના બદલે રાત્રિના 9 કલાકે ઉપડશે. જ્યારે મહુવા, ભાવનગર ડેપોમાંથી ઉપડતી મોડી સાંજથી રાત્રિ સુધીની 6 બસને કેન્સલ કરાઈ છે. તો ભાવનગર, ગારિયાધાર અને પાલિતાણા ડેપોની 6 બસને રાજકોટ અને વડોદરાથી બાયપાસ દોડાવવામાં આવશે તેમ ભાવનગર એસ.ટી.ના વિભાગીય નિયામક પી.એમ.પટેલે માહિતી આપી જણાવ્યું છે.

 


જ્યારે  ચાર શહેરમાં નાઈટ કરફ્યૂને કારણે મહુવા ડેપોમાંથી બપોરે 2-15 કલાકે ઉપડતી મહુવા-કૃષ્ણનગર, રાત્રિના 10 કલાકની કૃષ્ણનગર-મહુવા, ભાવનગર ડેપોમાંથી સાંજે 6 અને 7 કલાકે ઉપડતી ભાવનગર-અમદાવાદ, રાત્રે 11 અને  રાત્રે 11-55 કલાકે અમદાવાદ-ભાવનગર રૂટની બસને કેન્સલ કરી દેવામાં આવી છે.

 


રાત્રિ કરફ્યૂને કારણે એસ.ટી.ની બસો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરમાં રાત્રિના 10 કલાક પછી પ્રવેશી શકશે નહીં. તેથી ભાવનગર ડિવિઝનના ત્રણ ડેપોની છ બસ બાયપાસ ચલાવવામાં આવશે. જેમાં રાત્રિની 10 કલાકની ભાવનગર-માતાના મઢ, સાંજના 6 કલાકની ભાવનગર-માંડવી, સાંજે 7-15 કલાકની ભાવનગર-જામનગર અને રાત્રિના 12-30 કલાકની ભાવનગર-દ્વારકા બસ રાજકોટ શહેરના બદલે બાયપાસ કરી દેવાશે. આ ઉપરાંત ગારિયાધાર એસ.ટી. ડેપોમાંથી સાંજે 4 કલાકે ઉપડતી ગારિયાધાર-ધુમકા અને પાલિતાણા ડેપોમાંથી સાંજે 7 કલાકે ઉપડતી પાલિતાણા-સુરત રૂટની બસ વડોદરા બાયપાસ ચલાવાશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS