દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ જતી શ્રદ્ધાળુઓની બસ રઇજ ગામ પાસે પલ્ટી: બે ના મોત, અનેક ઘાયલ
દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ જતી શ્રદ્ધાળુઓની બસ રઇજ ગામ પાસે પલ્ટી: બે ના મોત, અનેક ઘાયલ
May 08, 2026 03:43 PM
દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ જતી શ્રદ્ધાળુઓની બસ રઇજ ગામ પાસે પલ્ટી: બે ના મોત, અનેક ઘાયલ
જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ નજીક એક ખાનગી બસને અકસ્માત નડતા બે શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ જિલ્લામાં અકસ્માતોની વધતી ઘટનાઓ વચ્ચે વધુ એક ગંભીર માર્ગ દુર્ઘટનાએ ચિંતા વધારી છે. માંગરોળ તાલુકાના રઈજ ગામ નજીક જગત મંદિર દ્વારકાધીશના દર્શન કરી શ્રદ્ધાળુઓની બસ સોમનાથ પરત ફરી હતી. ત્યારે રઇજ ગામ પાસે રોજડુ આડું આવતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇ ગઇ હતી, આ દુર્ઘટનામાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ મારફત કેશોદ તેમજ જુનાગઢની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ ખાનગી બસમાં ભાવનગરના ૪૦ થી વધુ શ્રદ્ધાળુઓ હોવાની માહિતી મળી રહી છે. શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરી સોમનાથ મહાદેવના દર્શને જવા નીકળ્યા હતા.