બુમરાહે જણાવ્યું કે તેને આ દેશનો બનેલો બોલ વધારે પસંદ છે.

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતના ઝડપી બોલર અને આગેવાન જસપ્રીત બુમરાહ એ જણાવ્યું છે કે ભારતમાં ટેસ્ટમેચ માટે ઉપયોગમાં લેવાનાર એસજી કે પછી ઓસ્ટ્રેલિયામાં ઉપયોગમાં લેવાતા કુકાબુરા બોલની તુલનામાં ઇંગ્લેન્ડમાં બનેલો ડ્યૂકસ બોલથી બોલિંગ કરવાથી તેને વધારે સહજતાનો અનુભવ થાય છે.

 

તેમણે આવું છે માટે કહ્યું છે કે ડ્યુક્સ બોલ રમતમાં ખેલદિલી પ્રદાન કરે છે, તેમજ ઝડપી બોલરના પક્ષમાં રહે છે.

 

ભારતીય બોલરે એ પણ જણાવ્યું છે કે તેને આ બોલ પસંદ છે, કારણ કે તેને ઝડપથી ફેંકી શકાય છે અને સ્વિંગ પણ થાય છે. જો આ બોલ ના હોય તો બોલરનું કામ થોડું અઘરું થઈ જાય છે. કારણકે હવે મેદાન નાના  અને પીચ સપાટ બની રહી છે.

 

બુમરાહ એ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઝડપી બોલર ઇયાન બિશપ અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કપ્તાન શૌન પોલોક સાથે આઈસીસી પોડકાસ્ટ માટે થયેલી વાતચીત દરમિયાન ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

 

બિશપે તેના આઉટ સ્વિંગર અને વિકાસ વિશે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે હું હંમેશા નવું કરવાની કોશિશ કરું છું, મારી બોલિંગની અલગ પદ્ધતિથી ઘણા આશ્ચર્યચકીત થઇ શકે છે. પરંતુ બેટ્સમેન હોય તેઓ તેનો તોડ કાઢી લેતા હોય છે. આ માટે પોતાને સતત સુધારવાની કોશિશ કરતો રહું છું. બુમરાહે જણાવ્યું કે ઘણા લોકોને બોલિંગ રનઅપ વધારવાની જરૂરિયાત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS