હેલ્થ બજેટમાં આ વર્ષે 137 ટકાનો વધારો, ક્લિક કરીને વાંચો હેલ્થ સેક્ટર વિશેની વિગતો

  • February 01, 2021 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સોમવારે 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. કોરોના સંકટ વચ્ચે આવનાર બજેટમાં હેલ્થ સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ બજેટમાં એવા ઉપાયો કરવામાં આવશે જે આગામી બે, ત્રણ વર્ષમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં અસર કરતાં થઈ જાય. આર્થિક સર્વેક્ષણ 2020-21માં પણ એ ઉપાયો તરફ ધ્યાન આપી સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રનું બજેટ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી.
 

નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે કોવિડ-19 મહામારીથી લડવા માટે આત્મનિર્ભર પેકેજ હેઠળ 27.1 લાખ કરોડની ઘોષણા કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું હતું કે ભારતમાં કોવિડ-19ની બે વેકસીન ઉપલબ્ધ છે. આવનારા સમયમાં વધુ વેકસીન આવશે તેના માટે 35,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. જો આગામી સમયમાં જરૂર જણાશે તો વધુ ફંડ પણ ફાળવવામાં આવશે. ભારત હાલ દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં મૃત્યુદર ઓછો છે. આ ઉપરાંત ભારત 100થી વધુ દેશોને પણ કોરોના વિરુદ્ધની લડાઈ લડવામાં મદદ વેકસની આપીને કરશે.  
 

નાણામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ભારતમાં બનેલી ન્યૂમોકોકલ વેકસીન માત્ર 5 રાજ્યો સુધી જ મર્યાદિત છે. તેને પૂરા દેશમાં લાગુ કરવામાં આવશે. તેનાથી વર્ષમાં 50,000થી વધુ બાળકોના મોતને અટકાવી શકાશે. આ સિવાય તેમણે ઉમેર્યું હતું કે 64,180 કરોડ સાથે નવી કેન્દ્ર પ્રાયોજિત યોજના પીએમ આત્મનિર્ભર સ્વચ્છ ભારત યોજના શરુ કરવામાં આવશે. 602 બ્લોકમાં ક્રિટિકલ કેર હોસ્પિટલ બનાવવામાં આવશે. આગામી સમયમાં પોષણ પર ફોકસ કરવામાં આવશે. જેને ધ્યાનમાં લઈ ન્યૂટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. 
 

સ્વસ્થ ભારત સરકારનો મંત્ર હશે તેથી શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0ની શરુઆત કરવામાં આવશે. તેના માટે 1 લાખ 41 હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. આગામી પાંચ વર્ષમાં 2 હજાર કરોડ રૂપિયા સ્વચ્છ હવા પર ખર્ચ થશે. આ સિવાય નાણામંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે 2021-22માં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર 2,23,846 કરોડ ખર્ચ થશે. આત્મનિર્ભર સ્વાસ્થ્ય સેવાની શરુઆત કરવામાં આવશે. કેન્દ્રીની એક નવી યોજના વડાપ્રધાન આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના લોન્ચ કરવામાં આવશે આ યોજના પર 6 વર્ષોમાં અંદાજે 64,480 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 
 

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ માટે આ વર્ષે બજેટમાંથી 94,452 કરોડ રૂપિયાની તુલનામાં 2,23,846 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આ વર્ષે કુલ હેલ્થ બજેટ 32 લાખ કરોડ રૂપિયાનું છે. ગત વર્ષે આ બજેટ 92 હજાર કરોડનું હતું. આ વર્ષે હેલ્થ બજેટમાં 137 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application