BSEનું માર્કેટ કેપીટલાઈઝેશન આજે વધીને રૂ. 3.92 લાખ કરોડ થયું, બેન્ક નિફ્ટીના શેર્સમાં ઉછાળો 

  • February 21, 2024 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરબજારે રચ્યો ઈતિહાસ, નિફ્ટી ૨૨,૨૪૮ના હાઈ રેકોર્ડ પર ખુલ્યો 




આજે શેરબજારમાં નવો રેકોર્ડ હાઈ થયો છે અને નિફ્ટી પહેલીવાર ૨૨,૨૪૮ના હાઈ લેવલ પર ખુલ્યો છે. પીએસયુ બેંકોમાં તેજીના કારણે શેરબજારને સપોર્ટ મળ્યો છે અને ઓટો અને બેંકના શેર પણ હાઈ ચાલી રહ્યા છે. જો કે, આઈટી અને મીડિયા શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. પીએસયુ કંપનીઓના શેરમાં વધારો ચાલુ છે અને તેની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોની મજબૂતાઈ પણ ભારતીય શેરબજારને હાઈ લેવલ પર લઇ જઈ રહી છે.


એનએસઈનો નિફ્ટી રેકોર્ડ હાઈ લેવલ પર ખુલ્યો છે અને પ્રથમ વખત તે ૫૧.૯૦ પોઈન્ટ અથવા ૦.૨૩%ના વધારા સાથે ૨૨,૨૪૮ પર ખુલ્યો છે. બીએસઇ સેન્સેક્સ ૨૧૦.૦૮ પોઈન્ટ અથવા ૦.૨૯%ના વધારા સાથે ૭૩,૨૬૭ પર ખુલ્યો છે. નિફ્ટીના ફિફ્ટી શેરોમાંથી ૩૧ શેરોમાં વધારો અને ૧૯ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એડવાન્સ ઘટાડાની વાત કરીએ તો, એનએસઇ પર વધતા શેરો ૧૪૭૮ છે અને ૬૫૨ શેર લોસમાં ચાલી રહ્યા છે. હાલમાં, એનએસઇ પર ૨૨૧૫ શેર્સનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી ૬૮ શેરમાં અપર સર્કિટ જોવા મળી રહી છે અને ૧૦૭ શેર તેમની ૫૨ સપ્તાહની ટોચે ટ્રેડ થઈ રહ્યા છે.


સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૪ શેરો લાભ સાથે અને ૧૬ શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. જેએસડબલ્યુ સ્ટીલ ટોપ ગેનર રહ્યું છે. બીએસઇની માર્કેટ મૂડી આજે વધીને રૂ. ૩.૯૨ લાખ કરોડ થઈ ગઈ છે. ઉપરાંત બેંક શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે તે ૪૭,૩૬૩ ના સ્તર પર પહોંચી ગયો છે. હાલમાં તેમાં ૧૮૦ પોઈન્ટનો વધારો થયો છે અને તે ૪૭,૨૭૭ ના સ્તરે છે. બેન્ક નિફ્ટીના ૧૨ માંથી ૮ શેર લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૨૩% વધીને ટોપ ગેઈનર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application