ધ્રોલના વાગુદડ સીમમાં પરપ્રાંતીય મહિલાની ઘાતકી હત્યા

  • October 25, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ પંથકમાં વધુ એક ઘાતકી હત્યાનો બનાવ સામે આવતા ભારે અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે, વાગુદડ રોડ પર રહેતી પરપ્રાંતીય શ્રમિક મહિલાને ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને ઘાતકી હત્યા નિપજાવવામાં આવતા ચકચર મચી ગઇ હતી, બનાવની જાણ થતા પોલીસ ટુકડી સ્થળ પર દોડી જઇ તપાસના ચક્રો ગતીમાન કર્યા છે. બનાવ બાદ મૃતકનો પતિ ભેદી રીતે ગાયબ હોય આથી શંકાના દાયરામાં આવ્યો છે જો કે પોલીસ તપાસ બાદ બનાવ અંગેની વિગતો સ્પષ્ટ થશે.
ધ્રોલ તાલુકાના વાગુદડ રોડ પર સીમ વિસ્તારમાં રહેતા મુળ એમપીના હુંગરીબેન વસ્કેલીયા (ઉ.વ.૨૭) નામની મહિલાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હોવાની વિગતો મળતા ધ્રોલ પીએસઆઇ પનારા, મહાવીરસિંહ સહિતની ટુકડી તપાસ માટે દોડી ગઇ હતી અને પ્રાથમિક વિગતો જાણી હતી.
ઘટના સ્થળે પહોચેલી પોલીસે પ્રાથમિક વિગતો મેળવીને જુદી જુદી ટુકડીઓને કામે લગાડવામાં આવી છે, એમપીથી ખેતમજુરી કામ કરવા પોતાના પતિ સાથે મહિલા અહીંયા આવી હતી, હાલ મૃતકનો પતિ ભેદી રીતે ગાયબ હોવાથી શંકાના દાયરામાં આવ્યો છે અને પોલીસ દ્વારા હત્યા પાછળ કોણ કોણ સંડોવાયેલ છે એ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે, જુદા જુદા અંકોડા મેળવવામાં આવી રહયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ધ્રોલના હજામચોરા સીમમાં અંધશ્રઘ્ધાની આડમાં સગી નાની બહેનને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી, હત્યાનો આ બનાવ તાજો છે ત્યાં ફરી એકવાર ધ્રોલ પંથકમાં શ્રમિક મહિલાની કરપીણ હત્યાનો બનાવ સામે આવતા ટુંકા ગાળામાં ધ્રોલમાં હત્યાની બે ઘટના ઘટી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application