લીલિયાના બવાડા ગામે વૃધ્ધ દંપતીની ક્રુર હત્યા

  • June 19, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીલિયા તાલુકાના બવાડા ગામે એકલા રહેતા એક વૃધ્ધ દંપતીની કોઈ અજાણ્યા શખસોએ તિક્ષણ હથિયારોથી બેરહેમીથી હત્યા નિપજાવી નાસી છૂટેલ હતા. બેવડી હત્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગયેલ હતી. ગામના મુખી લેખાતા પરિવારના મોભીની નિર્મમ હત્યાની જાણ પોલીસને થતા મોડીસાંજના એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ લીલિયાના બવાડા ગામના મુખી લેખાતા ભીમજીભાઈ ભગવાનભાઈ દુધાત અને તેમના પત્ની લાભુબેન બન્ને વૃધ્ધ પતિ-પત્ની જ બવાડા ગામે આવેલા પોતાના મકાનમાં રહેતા હતા. તેમનો એક માત્ર પુત્ર ઈન્દ્રવદન હાલ સુરત ખાતે રહે છે તેમજ ચાર દીકરીઓના લગ્ન થઈ જવાથી સાસરે છે જેમાંથી એક દીકરીનું અવસાન થયાની પ્રાથમિક વિગતો જાણવા મળેલ હતી.
ગામના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બવાડા ગામના વૃધ્ધ દંપતી સવારથી જ જોવા ન મળતા પાડોશીએ તપાસ કરેલ હતી. પાડોશીએ ઘર બહારથી અવાજ કરતા સામેથી કોઈ જવાબ આવેલ ન હતો તેથી ઘરમાં તપાસ કરતાં ખાટલામાં જ વૃધ્ધ દંપતીના નિષ્પ્રાણદેહ પડેલ હતા જેની લીલિયા પોલીસને જાણ કરવામાં આવેલ હતી. લીલિયા પોલીસ મથકના પીએસઆઈ લકકડ, એસઓજી, એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખાટલામાં સુતેલા દંપતીની કોઈ અજાણ્યા શખસોએ ખાટલામાં જ તિક્ષણ હથિયારો વડે હત્યા નિપજાવેલ હતી. ઘરનો સામાન વેરવિખેર પડેલ હતો. અજાણ્યા શખસોએ વૃધ્ધ દંપતીની હત્યા ચોરી, લૂંટ કે અન્ય કયા કારણોસર કરેલ હતી તે તપાસનો વિષય બનેલ છે. માથાના ભાગે શરીરના ભાગે તિક્ષણ હથિયારો વડે નિર્મમ હત્યા નિપજાવવામાં આવેલ હતી. ઘરની ઓસરીમાં આજુ-બાજુમાં ખાટલામાં સુતેલ દંપતીની હત્યાથી ભારે ચકચાર જાગેલ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application