સંધી સમાજના હજ પઢવા જનાર ભાઇઓ-બહેનોને ફુલહારથી સન્માનીત કરવામાં આવ્યા

  • May 30, 2023 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા સંધી સમાજના હજ પઢવા જનાર ભાઇઓ-બહેનોને ફુલહારથી સન્માનીત કરવામાં આવ્યા 


જામનગર શહેર સંધી મુસ્લિમ સમાજ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે હજે બયતુલ્લાહની મુકદસર સફર પર જનાર સંધી સમાજના ખુસનશીબ ભાઇઓ તથા બહેનોને ફુલહારથી સન્માનીત કરવાનો કાર્યક્રમ સંધી મુસ્લિમ જમાત ખાના ખાતે સંધી સમાજના પ્રમુખ હાજી રિઝવાનભાઇ જુણેજાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલ જેમાં મસ્જીદે કમાલશાહના પેશ ઇમામ મૌલાના સલીમભાઇએ સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કુર્આને પાકની તિલાવતથી કરવામાં આવેલ ત્યારબાદ તેઓએ હજના જરૂરી અરકાનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ ત્યારબાદ હજ પઢવા જનાર સમાજના દસ હાજીઓ તથા હાજીયાણીઓને સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી સન્માનીત કરવામાં આવેલ

આ આયોજનને સફળ બનાવવા સમાજના પ્રમુખ હાજી રિઝવાનભાઇ જુણેજા, સેક્રેટરી શકિલભાઇ સમા ટ્રસ્ટીઓ ઇરફાનભાઇ નોયડા, સલીમભાઇ લાખા, અસ્લમભાઇ જુણેજા, જાવિદભાઇ ચના, અસ્લમભાઇ સોઢા, મકસુદભાઇ સોઢા, હુશેનભાઇ નોયડા, હુસેનભાઇ ચના, અસ્લમભાઇ સોરા, આકીબભાઇ જોખીયા, મોબીનભાઇ જોખીયા, અયુબભાઇ જોખીયા, શબીરભાઇ ચૌહાણ તથા અદનાનભાઇ હાલા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રમઝાનભાઇ નોયડાએ કર્યું હતું.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application