સંતોષ હોટલમાં આવરનવાર મોજમજા કરવા આવતો હોવાથી પરિચય થયો'તો : દલાલનું રટણ

  • July 02, 2021 08:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની સદર બજાર નજીક આવેલી હોટલ પાર્ક ઈનમાંથી ઝડપાયેલા કુટણખાનામાં રૂપલલનાઓના દલાલ મૂળ કેશોદનો પ્રભુદાસની ધરપકડ કરવામાં આવી છે. હોટલમાં જે સગીરાને ગોંધી રખાઇ હતી તેને ભગાડવામાં પણ પ્રભુદાસે મદદગારી કરી હોય મહિલા પોલીસે તેની ધરપકડ કરી છે.તેણે પોલીસને જણાવ્યું હતું કે,સંતોષ હોટલમાં અવારનવાર મોજમજા કરવા માટે આવતો હોવાથી તેની સાથે પરિચય થયો હતો.

 

જાણવા મળતી વિગતો મુજબ હોટલ પાર્ક ઈનમાં ગોંધી રખાયેલી અને હવસનો શિકાર બનાવાયેલી સગીરાના કેસમાં મૂળ અલીગઢનો અને રાજકોટમાં કારખાનું ધરાવતો સંતોષ તેના મકાનમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. તે પુત્રીની ઉંમરની આ તરુણી સાથે બીજા લગ્ન કરવા માગતો હતો, પરંતુ તરુણીની ઉંમરને 18 વર્ષ આડે બે-ત્રણ મહિના બાકી હોવાથી ત્યાં સુધી તેને હોટલ પાર્ક ઈનમાં રાખી હતી, જેનું દર મહિને તે રૂપિયા 27 હજાર ભાડું ચૂકવતો હતો. આરોપીના રિમાન્ડ દરમિયાન મહિલા પોલીસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તરુણીને ભગાડવામાં આરોપી પ્રભુદાસે તેને મદદ કરી હતી. તરુણીને ઘરેથી ભાગવા માટે તેણે જ રિક્ષાની વ્યવસ્થા કરી આપી હતી. આ ઉપરાંત તેને હોટલ પાર્ક ઈનમાં રહેવા માટે રૂમની પણ વ્યવસ્થા તેણે જ કરી આપી હતી.

 

જેથી મહિલા પોલીસ મથકના પી.આઈ એસ.આર પટેલની રાહબરીમાં પી.એસ.આઈ કે.જે.જલવાણી તથા ટીમે આરોપી પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ (ઉ.વ 56 રહે. રામનગર જયંતીજી સોસાયટી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 304 ગોંડલ રોડ )ને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS