કોરોનાની મહામારી વચ્ચે પણ આવતા મહિને ભારત આવશે બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન

  • March 16, 2021 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના વાયરસ ના કહેર વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનભારતના પ્રવાસે આવશે. આ અગાઉ ભારતમાં 72માં ગણતંત્ર દિવસ ( પર બોરીસને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ બ્રિટનમાં વધતા કેસોને લઇ તેઓએ પોતાની યાત્રા રદ કરી હતી.

 


અહેવાલ પ્રમાણે બોરિસ જોનસન આવતા મહિનાના અંતમાં ભારત આવશે. યુરોપિયન સંઘ થી બ્રિટન બહાર નીકળ્યા બાદ બોરીસ જોનસનનો પહેલો મોટો આંતરાષ્ટ્રીય પ્રવાસ હશે. આ અંગે જાણકારી તેમના કાયર્લિયે આપી હતી.

 


ગણતંત્રના દિવસે ભારતને શુભેચ્છા પાઠવતા જોનસને કહ્યું હતું કે, આ વર્ષે ભારત આવવા માટે ઉત્સાહિત છું, જેથી આપણી મિત્રતાને મજબૂત બનાવી શકીએ. સબંધને આગળ વધારી શકાય જેનો સંકલ્પ પીએમ મોદી અને મે કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, માર મિત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિનમ્ર આગ્રહ પર આ ખાસ અવસર પર સાક્ષી બનવા માટે ઉત્સાહિત હતો, પરંતુ કોવિડ-19ને કારણે ઉભી થયેલી સમસ્યાના કારણે મારે લંડનમાં જ રોકાવવું પડ્યું હતું.

 


જોનસને ઉમેર્યું હતું કે, બંને દેશ મળીને રસી વિકસિત કરવા અને તેને બનાવવાનું કામ કરી રહ્યા છે. જે માનવતાને વૈશ્વિક મહામારીથી મુક્ત કરવામાં મદદ કરશે. બ્રિટન, ભારત અને અન્ય રાષ્ટ્રોના સંયુક્ત પ્રયાસોના કારણે અમે કોરોના વાયરસ વિરુદ્ધ જીત મેળવવાની દિશા તરફ આગળ વધી રહ્યા છે.

 


બીજી બાજુ ચીનને ઘેરવા માટે ભારત, અમેરિકા, જાપ્ના અને ઓસ્ટ્રેલિયાએ ક્વાડ સંગઠને પણ કમર કસી લીધી છે. વર્તમાન પ્રવાસમાં આ ઘટનાક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. આ સંગઠનને શીત યુદ્ધની સમાપ્તિ બાદ સૌથી નોંધપાત્ર વૈશ્વિક પહેલના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021